Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સતાધાર આપાગીગાના દર્શન કરી ધન્યતા અનુભવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા : ખેડૂતો માટે વર્ષ સારૂ રહે તેવી પ્રાર્થના

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧ર : સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.

અમિત ચાવડા સાથે વિસાવદર-ભેસાણ મતક્ષેત્રનાં ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રિબડીયા પણ સાથે રહ્યા હતા.

પૂજય આપાગીગાની સમાધિ સ્થાનનાં દર્શન કરી અમિત ચાવડાએ ધન્યતા અનુભવી હતી.

પૂ.આપાગીગાને શીશ નમાવી અમિત ચાવડાએ ચાલુ વર્ષ ખેડૂતો માટે સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.

ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ સતાધાર જગ્યા વિષે અમિત ચાવડાને વિસ્તૃત માહિતગાર કર્યા હતા.સંપૂર્ણપણે આસ્થા અને શ્રધ્ધાનુ પ્રતિક-ગુરૂ ગાદી વંદના સ્વરૂપ-આધ્યાત્મિક ધાર્મિક જગ્યા સતાધાર વિષેના ઈતિહાસની જાણકારી મેળવી અમિત ચાવડાએ ધન્યતા અનુભવી હતી.

(1:10 pm IST)