Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગીર અભયારણ્યની સફર બનશે વધુ રોમાંચક સરકારે ૫૦ કરોડ રૂપિયા ખર્ચવાની આપી મંજુરી

સાસણ અને આંબરડીમાં બનાવાશે ૩૦ મીટર ઉંચાર વોચટાવર

રાજકોટ,તા. ૧૨ : જંગલના રાજા ગીરના સાવજોને નિહાળવા આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત સરકાર વધુ સુવિધા ઉપલબ્ધ કરાવશે. સિંહોના અભયારણ્યને સુરક્ષિત કરવા ઉપરાંત પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થાને પ્રાથમિકતા અપાશે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને વન વિભાગ તરફથી ગિર સોમનાથ જીલ્લામાં સાસણ ગીર અને આંબરડી પાર્કમાં ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવો પ્રોજેકટ તૈયાર કરાશે.

દેશ-વિદેશના પ્રવાસીઓનું કેન્દ્ર બનેલા ગીરના સાસણગીર અભયારણ્યમાં પ્રવાસીઓને સિંહ અને અન્ય પ્રાણીઓના દર્શન માટે પાંચ ઉંચા ટાવર બનાવવામાં આવશે. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં જ એક નેચર પાર્ક બનાવવામાં આવશે. સાથે જ મગરમચ્છોની વસ્તી વધારવા માટે ક્રોકોડાયલ બ્રીડીંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. નવા પ્રોજેકટ હેઠળ ગીરના આંતરિક રસ્તાઓને સારા બનાવવામાં આવશે. હાલમાં જે શેર સદન કહેવાય છે તેનું રિનોવેશન કરાશે.

સિંહ દર્શન માટે પ્રસિધ્ધ દેવળીયા પાર્કમાં ખાસ સનસેટ પોઇન્ટ તૈયાર કરવામાં આવશે. અહીંથી પ્રવાસીઓ સુર્યાસ્તની ક્ષણોને સારી રીતે જોઇ શકશે. તેના માટે અહીં વિશાળ બગીચો, સુર્યાસ્તની ક્ષણોને સારી રીતે જોઇ શકશે. તેના માટે અહીં વિશાળ બગીચો, મેદાન અને સેલ્ફી પોઇન્ટ બનાવાશે. સફારી વિસ્તારમાં ૩૦ મીટર ઉંચા વોચટાવરથી પ્રવાસીઓ દૂર-દૂર સુધી જંગલની હિલચાલ જોઇ શકશે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે સુવિધાયુકત ખાણીપાણીની વ્યવસ્થા ઉભી કરાશે. અહીં એક એનીમલ હોસ્પિટલ અને રિસર્ચ ડાયોગ્નોસ્ટીક સેન્ટર પણ ઉભુ કરાશે. સિંહોની પ્રજાતિને સુરક્ષિત રાખવા માટે જીનપુલ પણ તૈયાર કરવામાં આવશે. 

(1:07 pm IST)