Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જસદણ બાયપાસ પાસે કાર આગમાં ખાખ

જસદણઃ જસદણના બાયપાસ નજીક ફોરવ્હીલર કારમાં આગ લાગી હતી. આગ લાગતા ડ્રાઈવર સહિત પેસેન્જરને બહાર કઢાયા હતા. જસદણ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવામાં આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. જસદણના ફાયરબ્રિગેડના જવાનો આગ બુઝાવતા હતા ત્યારે અચાનક ટાયરો ફાટયા હતા. રસ્તા ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો. (તસ્વીર-અહેવાલઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:40 am IST)