Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે યોજાશે લોકગીત અને વકતૃત્વ સ્પર્ધા

વઢવાણ,તા. ૧૨: સુરેન્દ્રનગરજિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસારરાષ્ટ્રીય શાયર સ્વર્ગીયશ્રી ઝવેરચંદ મેદ્યાણીની ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઝવેરચંદ મેદ્યાણી રચિત લોકઢાળ તેમજ તેમનાદ્વારાસંપાદિત લોકગીત અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિકપ્રવૃત્ત્િ।ઓવિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત કચેરી-સુરેન્દ્રનગરના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલ છે.

જે અન્વયે ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી વધારે વય ધરાવતા ઓપન વયજુથએમજુદા જુદા બે વયજુથમાં કલાકારો ભાગ લઈ શકશે. ઉકત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક લોકોએકૃતિનીવિડિયો કલીપ તૈયાર કરી આગામી તા.૧૮મી ઓગસ્ટના રોજબપોરે ૧૨ૅં૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,એ-૫, બહુમાળી ભવન, ખેરાળી રોડ,સુરેન્દ્રનગરને મોકલી આપવાની રહેશે.નોંધનીય છે કે, સ્પર્ધક દ્વારા મોકલવામાં આવનાર કૃતિનો લોકગીત માટેનો મહત્ત્।મસમય૭ મિનિટ અને વકતૃત્વ સ્પર્ધા માટેનો મહત્ત્।મ સમય ૫ મિનિટ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ઉપરોકત જણાવેલ વીડિયો કલીપમાં સ્પર્ધકે પહેલા પોતાનું નામ, રહેઠાણનો તાલુકો તથા જિલ્લો, ઉમર અને અંતે જે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોય તે સ્પર્ધાનું નામ બોલ્યા બાદ કૃતિની રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ આ કૃતિરૂબરૂ, કુરિયર મારફત અથવા કચેરીના ઈ-મેઈલ આઈ.ડી dydosurendranagar13@gmail.com પર વિડિયો, ફોર્મ, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ જેવા જરૂરી સાધનિક પ્રમાણો સાથે મોકલવાનું રહેશે.

જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને રૂપિયા ૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂપિયા ૭૫૦/- તેમજ તૃતીયવિજેતાને રૂપિયા ૫૦૦/- નું ઈનામ આપવામાં આવશે. જયારે રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને રૂપિયા ૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂપિયા ૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂપિયા ૧૦,૦૦૦/-નુંઈનામ આપવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.

(11:34 am IST)