Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઝાલાવાડમાં બે લાખનો દારૂ કબ્જે

વઢવાણ, તા. ૧ર : દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને હાઇવે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી વડગામથી પાનવા તરફ જતા કારની તલાશી લેતા કારચાલક કાર હાઇવે પર મૂકીને પોલીસને થાપ આપીને નાશી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી  વિદેશી દારૂની બોટલ નંગ- ૪૨૬, કિંમત રૂ. ૧,૭૦,૨૦૨ અને બિયર ટીન નંગ- ૯૬, કિંમત રૂ. ૯,૬૦૦ અને કારની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૭૯,૮૦૨નો મુદામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એચ.ઠાકર, મનીષભાઇ અઘારા, દાનુભાઇ રંજીયા સહિતનો સ્ટાફ સાથે હતો.

મીઠાઘોડા ગામેથી ૩૪૧ બોટલ ઝડપાઇ

ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી. મલ્હોત્રા, ગનીભાઇ કુરેશી અને ચેતનપુરી ગોસાઇ સહિતના પોલીસ સ્ટાફે પાટડી તાલુકાના મીઠાઘોડા ગામે રહેતા હસમુખસિંહ ઉર્ફે લાલભા ઝાલાએ  દારૂની બોટલ નંગ ૩૪૧, કિંમત રૂ. ૩૭,૧૦૦નો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ધ્રાંગધ્રા પંથકમાં ચોતરફ ચાલતા ગેરકાયદેસર ખનન પર હવે સ્થાનિક તંત્રનું પણ અંકુશ રહ્યુ નથી ત્યારે બેફામ બનેલા ભુમાફીયાઓ દિન-દહાડે ભર બજારમા ગેરકાયદેસર રેતી ખનન કરી પોતાના વાહનોમા ભરી નિકળતા છતા પણ તંત્રના આ ગેરકાયદેસર ખનીજ જથ્થો દેખાતો નથી તેવામાં જીલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા કલ્પના ચોકડી પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર રેતી ભરીને હેર-ફેર કરતા એક ડમ્પરને ઝડપી લઇ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યું હતુ.

(11:31 am IST)