Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સોમનાથ ત્રિવેણી ઘાટે અસ્થિ વિસર્જન મુદે ભુદેવોનાં પરિવાર સાથે ઉપવાસ

પવિત્ર ત્રિવેણી નદીમાં અસ્થિ વિસર્જન પીંડદાન ચાલુ ન કરાય તો આકરા પગલા લેવાની ચિમકી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: સોમનાથ પવિત્ર ત્રીવેણી નદીમાં અસ્થી વિસર્જનની મનાઈ કરતા પ્રભાસપાટણ વિસ્તારના ભુદેવો પરીવારો સાથે સવાર થી પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે તેને અનેક હીન્દુ સંસ્થાઓ આગેવાનો સમાજો સમર્થન માં આવેલ છે સોમપુરા સમાજના પ્રમુખ દુષ્યંત ભટે જણાવેલહતું અનેક રજુઆતો કરવા છતા કોઈ સમાધાન નહી થતા ભુદેવો તથાતેમના પરીવારજનો સવારે ૬ વાગ્યા થી ત્રીવેણી ધાટે મંડપ બાંધી ને પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે તેને હીન્દુ સંસ્થાઓ સ્થાનીક આગેવાનો સમાજના પ્રમુખો દ્રારા સમર્થન મળી રહેલ છે ઉપવાસ માં મોટી સંખ્યામાં મહીલાઓ બાળકો પણ જોડાયા છે પવિત્ર ત્રીવેણી નદીમાં અસ્થી વિસર્જન,પીડદાન ચાલુ કરવામાં નહી આવે તો આજે એક દિવસ ના પ્રતિક ઉપવાસ સંાજે ૬ પુર્ણ થઈ જશે ત્યારે બાદ ભુદેવો હજુ આકરા પગલા માટે નિર્ણય લેશે.

ભુદેવો દ્રારા પ્રથમવાર સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર તેમજ ભાજપ સરકાર સામે ઉગ્રતા જોવા મળી છે ત્રીવેણી નદી માં દેશ વિદેશની આસ્થા જોડાયેલ છે હજારો લોકો રોજીરોટી પણ મેળવે છે અચાનક પ્રતિબંધો લગાવી દેતા ધંધા રોજગાર પણ બંધ થયેલ છે સોમપુરા સમાજના પ્રમુખ અને આગેવાનોએ જણાવેલ હતું કે પહેલાજે રીતે યથાવત સ્થિીતી હતી તે રીતે ફરી પાછુ મજુરી મળે તો ટ્રસ્ટે તાત્કાલીક નિર્ણય લેવો જોઈએ તેવું જણાવેલ હતું.

સોમનાથ મંદિર પાસે આવેલ પવિત્ર ત્રીવેણી નદી માં સોમપુરા બ્રાહમણ સમાજ ના રરપ થી વધારે પરીવારો પેઢી દર પેઢી થી સમગ્ર વિશ્વ માંથી આવતા યાત્રાળુઓને પુજા પાઠ શ્રાઘ્ધ કરાવી આજીવીકા મેળવે છે તે નદી માં અસ્થી વિસર્જન પીડ દાન ની ધાર્મિક વીધી અટકાવતું જાહેર નામું બહાર પડતા તીર્થ પુરોહીતોએ ભારે વિરોધ કરેલ હતો અનેજીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપેલ હતું.

સોમપુરા બ્રાહમણ સમાજના પ્રમુખ જણાવેલ હતું કે પેઢી દર પેઢી થી રરપથી વધારે પરીવારો પુજા પાઠ શ્રાઘ્ધ કર્મો માટે શાસ્ત્ર દ્રારા પ્રમાણીક અસ્થી વિસર્જન સહીતના ધાર્મિક ક્રિયાઓ કરાવે છે અચાનક ૬૦ દિવસ માટે પ્રતિબંધ મુકી દેતા સોમનાથ ટ્રસ્ટ ને પત્ર લખેલ હતો પણ કોઈ ઉકેલ આવેલ ન હોય તા.૧૧/૮ ના રોજ સવારે મોટી સંખ્યામાં ભુદેવો ઉમટી પડેલ હતા અને ધાર્મિક ક્રિયા માટે નદીએ જતા હતા ત્યારે સીકયુરીટી એ ગેરકાયદેસર રીતે અટકાવવાનો પ્રયત્ન કરેલ હતો જેથી ધર્ષણ પણ થયેલ હતું મોટી સંખ્યમાં ભુદેવો નદી કીનારે બેસી ગયેલ હતા અને સાંસ્કૃતિક વેધ વિચારો કરવા લાગેલહતા અસ્થી વિસર્જન ભારત ની ગંગા યમુના નદીઓ નારાયણ સરોવરદામોદર કુંડ જેવા પવિત્ર જળાશયો ને આપણા શાસ્ત્રો મહત્વ આપયું છે તેવા પ્રભાસભાટણ ત્રીવેણી સંગમ,અલ્હાબાદ નો ત્રીવેણી સંગમ,ચાણોદ નર્મદાકીનારો સંગમ ખાતે મૃતના અસ્થી વિસર્જન કરવા જેની આપણા શાસ્ત્ર માં આગ્ના આપવામાં આવેલી છે સમાજ નું માનવું છેકે પ્રદુષણ કચરો ગુજરાત સરકાર દ્રારા બંધારણ ને કારણે ઉપસ્થિત થયેલ છે ત્રીવેણી સંગમ નો વ્હેતો પ્રવાહ બંધારણ ના કારણે સમુદ્ર ભળી શકતો ન હોવાથી પ્રદુષણ યથાવત રહે છે અંત માં જણાવેલ હતું કે સોમનાથ ટ્રસ્ટ દ્રારા ગીર સોમનાથ જીલ્લા ના અઘિક કલેકટર ને કયાં અકળ કારણો સર આવી મનધડત સુચના કરવામાં આવેલ છે સોમપુરા સમાજ દ્રારા આ વિવાદ નો તાત્કાલીક અંત આવે અને નદી માં જે રીતે ધાર્મિક કાર્યો મુજબ પધરાવવાની વિધી થતી હતી તે ચાલુ કરવાની માંગ કરેલ છે કારણ કે ભુદેવોની આજીવીકા અમાજ છે.

સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ હતું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સર્વે માં જણાવેલ હતું કે ત્રીવેણી નદી નું પાણી સ્નાન કરવા જેવું કે યાચમન લેવા જેવું નથી પ્રદુષીત છે તેથી હાલ પ્રતિબંધ છે જે વસ્તુઓ પધરાવે છે તેના ઉપર પ્રતિબંધ મુકી સોમનાથ ટ્રસ્ટ દ્રારા કોઈની પણ ધાર્મિક લાગણી દુભાઈનહી તેમજ ધાર્મિક કાર્ય સુંદર રીતે થાય અને તે માટે અલગ રીતે કુંડ મુકાયેલ છે તેમજ જે જરૂરી વ્યવસ્થા કરવાની થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ ભુદેવો સાથે જ છે અને અત્યાર સુધી સુંદર વ્યવસ્થાઓ પણ ભુદેવો માટે કરેલ છે સોમનાથ ટ્રસ્ટ નો સુંદર પ્રયાસ એ છેકે ભવીષ્ય માં ત્રીવેણી નદી માં સ્નાન કરી શકે યાચમન કરી શકે તે માટે શુઘ્ધી કરણ કરવું જરૂરી છે તે દીશા માં સોમનાથ ટ્રસ્ટ કાર્યરત છે પ્રભાસક્ષેત્રની ભુમીના ભુદેવા તેમજ સૌ સમાજ ને સાથે રાખીને આ કાર્ય જેમ બને તેમ વ્હેલાસર આ કાર્ય થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ પ્રયત્નો કરી રહયું છે.

(11:29 am IST)