Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વરસાદ ખેંચાતા જળાશયોમાંથી પાણી આપવાના મુખ્યમંત્રીને નિર્ણયને મોરબીના ધારાસભ્યએ આવકાર્યો.

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચોમાસા દરમીયાન જ્યાં વરસાદ ખેંચાયો છે જેને લીધે ખેડૂતોના ઉભા પાકને જીવનદાન આપવા મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પાણી આપવાનો નિર્ણય કર્યો છે જેને ધારાસભ્યએ આવકાર્યો છે
મોરબી-માળિયા વિસ્તારમાં જ્યાં નર્મદાની મોરબી-માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ સવલત મળે છે ત્યાં તાત્કાલિક પાણી છોડવું જરૂરી છે તે ઉપરાંત પીજીવીસીએલના જેતપર-મચ્છુમાંથી ખેતીવાડી વીજ મથકમાંથી પણ જીવાપર-ચકમપર પંથકના ખેડૂતોને પાણી મેળવવા ખેતીવાડી ફીડરમાંથી પુરતો વીજ પુરવઠો મળી રહે તેવી પીજીસીવીએલને તાકીદ કરવામાં આવી છે
ગુજરાત સરકાર વરસાદ ખેંચતા ખેડૂતોના પાકને મુરજાવતો અટકાવવા ચોમાસા દરમિયાન જરૂરિયાત મુજબ વિવિધ જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે માળિયા બ્રાંચ કેનાલમાંથી જુના ઘાટીલા, ખાખરેચી, કુંભારિયા, વેણાસર, સુલતાનપુર અને માણાબાથી છેક ખીરઈ સુધી છેવાડાના ગામોને પાણી મળે તે માટે હાલ ૭૫૦ કયુસેક લીટર પાણી ધારાસભ્યએ જહેમત ઉઠાવીને છોડાવ્યું છે તો બ્રિજેશ મેરજાએ આજે મચ્છુ જળ હોનારતની ૪૨ મી વરસીએ દિવંગતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

(12:22 pm IST)