Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

લોધીકા જસવંતપુર પાળ નોન પ્લાન રોડનું લાખાભાઇ સાગઠીયાના હસ્તે લોકાર્પણ

ખીરસરાઃ આજે લોધીકા તાલુકાના જસવંતપુર પાળ નોન પ્લાન રોડના લોકાર્પણ પ્રસંગે રાજકોટ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી મનોજભાઈ કાછડીયા જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા પંચાયત અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઈ દેસાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો. પ્રકાશ વિરડા તાલુકા પંચાયત પૂર્વ અધ્યક્ષ દિગુભા જાડેજા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી લોધીકા મામલતદાર શ્રી કે.કે.રાણાવશિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી મીરાબેન સોમપુરા પાળ ગામના સરપંચ જગદિશભાઇ દાફડા પવન કન્ટ્રકશન ના બ્રીજરાજસિહ ઝાલા જીલ્લા પંચાયત ના અધિકારી શ્રી ઓ તેમજ ગામજનો ઉપસ્થિત રહેલ અને રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા હસ્તે જસવંતપુર પાળ રોડનું લોકાર્પણ કરવામાં આવેલ તેમ લોધીકા મંડલ મિડિયા કન્વીનર બી.એમ.ગોસાઇ સહ કન્વીનર સુરેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતું.

(10:19 am IST)