Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

દિન દયાળ પોર્ટ કંડલાની વધુ એક સિદ્ધિ : પાયોનીયર ઉદ્યોગ તરીકે ક્વોલિટી માર્ક એવોર્ડ્સ

આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન દેશનું સરકારી બંદર દરિયાઈ વ્યાપારમાં નંબર વન, ડે. ચેરમેન નંદિશ શુક્લાએ એવોર્ડ સ્વીકાર્યો

(વિનોદ ગાલા દ્વારા ) : (ભુજ) ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા મેક ઈન ઈન્ડિયા હેઠળ ઉદ્યોગ જગતમાં વિકાસ સાથેનું સ્થાન મેળવનારનું સન્માન કરી કવોલિટી માર્ક એવોર્ડ્સ અપાય છે. જે અંતર્ગત દિન દયાળ પોર્ટ કંડલાને "પાયોનિયર ઉદ્યોગ" તરીકે કવોલિટી માર્ક એવોર્ડ્સ આપી સન્માન કરાયું હતું. ગુજરાતના કેબિનેટ મંત્રીઓ કૌશિક પટેલ, કુંવરજી બાવળિયા, ફિલ્મ કલાકાર અસરાની, ભૂમિ ત્રિવેદી, ડો. દીપિકા સરવડા, ડો. ઋત્વિજ પટેલની ઉપસ્થિતિમાં પોર્ટના ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લાએ આ સન્માન સ્વીકાર્યું હતું. કવોલિટી માર્ક એવોર્ડ્સ ના છેલ્લા નવ કાર્યક્રમોમાં ભારતના ૧૬ રાજ્યોના ૮૦૦ થી વધુ સાહસિકો જોડાઈ ચૂક્યા છે. તો સેવા ઉદ્યોગ સાથે સંકળાયેલા ૩૫ મહિલા સાહસિકોનું કવોલ માર્ક એવોર્ડ્સ દ્વારા સન્માન કરાયુ છે. દરમ્યાન દિન દયાળ પોર્ટ કંડલાના પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન ૧૧૭ એમએમટી કાર્ગો વજન કરી દિન દયાળ પોર્ટ કંડલા દેશનું નંબર વન સરકારી પોર્ટ હોઈ આ ગૌરવ રૂપ સન્માન છે. પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા અને સમગ્ર પોર્ટ ટીમને તેનો શ્રેય જાય છે.
 

(9:58 am IST)