Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોરબીના લાલપર ગામ નજીકથી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો.

એલસીબી ટીમે વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ કીમત રૂ.૧,૨૪,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો

મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીકથી મારુતિ બ્રેઝા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના ચંદુભાઈ કાણોતરા અને દશરથસિહ પરમારને બાતમી મળી હતી કે મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક ઓરસન ઝોન સામે મારુતિ બ્રેઝા કાર જીજે ૧૨ સીપી ૪૧૩૮ માં જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાંથી મારુતિ બ્રેઝા કારમાં આરોપી જયદીપસિંહ રણજીતસિંહ સોઢા (રહે-નવા ઢુવા )પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ કીમત રૂ.૧,૨૪,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો તો આ દારૂનો જથ્થો આરોપી નીલેશ માનું રહે-સામખીયાળી વાળાનો હોય અને બંને ભાગીદારીમાં દારૂનું વેચાણ કરતા હોવાની કબુલાત આપતા મોરબી એલસીબી ટીમે મારુતિ બ્રેઝા કાર, વિદેશી સહિતનો મુદામાલ જપત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂગશીયા અને ભરતભાઈ જીલરીયા સહિતની ટીમે કરેલ છે

(10:09 pm IST)