Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં માં અને આયુષ્માન કાર્ડની કામગીરી શરુ કરાઈ.

મોરબી : કોરોના મહામારીને પગલે માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી પ્રભાવિત થઇ હોય જે હવે પુનઃ શરુ કરવામાં આવી છે જીલ્લાના પાંચ તાલુકામાં માં કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ કામગીરી શરુ થઇ ચુકી છે
મોરબી જીલ્લાના મોરબી ખાતે તાલુકા પંચાયત કોમ્યુનીટી હોલ, માળિયા તાલુકા પંચાયત, હળવદ તાલુકા હેલ્થ ઓફીસ, વાંકાનેર તાલુકામાં નગર પાલિકા ખાતે અને ટંકારામાં હરબટીયાળી ગ્રામ પંચાયતમાં રાબેતા મુજબ કામગીરી શરુ કરવામાં આવી છે તેમ મોરબી જીલ્લાના પ્રોજેક્ટ સુપરવાઈઝર બીપીન ઘોડાસરાની યાદી જણાવે છે

(9:52 pm IST)