Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

માળિયા (મી) ના માણાબા ગામના ઉપસરપંચ ગામના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી :  આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીએ તૈયારીઓનો ધમધમાટ શરુ કર્યો છે જેમાં આગેવાનોને પાર્ટી સાથે જોડવાની કવાયત ચાલી રહી છે જેમાં માળિયા તાલુકાના માણાબા ગામના ઉપસરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

 માળીયા તાલુકાનાં માણાબા ગામનાં ઉપસરપંચ સંજયભાઈ જેઠાભાઈ બુડાસણા પોતાના ગામ ના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા તેમને જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા દ્વારા તેમજ જિલ્લા ની ટીમ અને માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા દ્વારા આવકારવામાં આવ્યા હતા.

(10:58 pm IST)