Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

મહારાષ્ટ્રમા ધુલીયામાથી અપહત સગીરા સાથે આરોપીને ઝડપી લેતી રાણાવાવ પોલીસ

રાણાવાવ  : પોલીસ મહાનિરીક્ષક  મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ જૂનાગઢ રેન્જ ગુજરાત રાજયના દ્રારા નાસતા ફરતા આરોપીઓ તેમજ કોર્ટ સમક્ષ હાજર ન થતા આરોપીઓ પકડવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક સણ નાઓએ જિલ્લામા નાસતા-ફરતા આરોપીઓ તેમજ કોર્ટ સમક્ષ હાજર ન થતા આરોપીઓ/સાહેદો તથા ગુમ થયેલા અપહરણ થયેલા બાળકો, ઈસમોને શોધી કાઢવા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વીભાગના ના.પો અધી.સ્મીત ગોહીલ નામાર્ગદશન હેઠળ રાણાવાવ પો.સ્ટે.PSI પી.ડી.જાદવ ની સુચના મુજબ રાણાવાવ પો.સ્ટે.નો પો.સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યની નિજામપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ નિજામપુર પો.સ્ટે.ગુ.ર.ન.ફ્સ્ટ ૪૨૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૬૩ મુજબ ગુન્હાના આરોપીઓની તપાસમાં રાણાવાવ પો.સ્ટે. ખાતે આવેલ જેથી જરૂરી પોં.સ્ટાફ મદદમાં ફાળવી રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ.સરમણભાઇ દેવાયતભાઇ તથા જયમલભાઇ સામતભાઇને સંયુક્ત રીતે મળેલ હકિકત આધારે જરૂરી વોચ ગોઠવી ઉપરોક્ત ગુન્હામાં અપહરણ થયેલ સગીરબાળાઓ તથા આરોપીઓને રાણાકંડોરણાગામ વાડી વિસ્તાર માંથી શોધી કાઢી અપહરણ થયેલ સગીરબાળાઓ તથા આરોપીઓને મહારાષ્ટ્ર રાજ્ય ધુલિયા જિલ્લા નિજામપુર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફને સોપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આ કામગીરીમા પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ સાહેબ તથા પો.હેડ.કોન્સ, જે.પી.મોઢવાડીયા તથા પો.કોન્સ હિમાંશુભાઇ, સંજયભાઇ, સરમણભાઇ, જયમલભાઇ, પરબતભાઇ ડ્રા.પો.હે.કો.અરનવરભાઇ તથા વુ.પો.કોન્સ. નિલમબેન તથા વર્ષાબેન તથામહારાષ્ટ્ર રાજ્ય નિજામપુર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ વિગેરે રોકાયેલા હતા.

(9:40 pm IST)