Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા જૂથના તમામ ઉમેદવારો બીન હરીફ

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચુંટણીમા સહકારી નેતા અને યુવા મંત્રી જયેશ રાદડીયાનુ ફરી એકવાર દબદબો યથાવત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વર્તમાન બોડીની મુદત પુર્ણ થતા તાજેતરમા જાહેર થયેલ સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્ર રજુ કરવાના તા.૧૦/૮/૨૧ના દિવસે ભાજપ પ્રેરીત તેમજ યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાની પેનલના ઉમેદવારો સિવાય અન્ય કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજુ કરેલ ન હોય જેથી તમામ ઉમેદવારો બિનહરીફ થયેલ હોય યુવા મંત્રી જયેશ રાદડીયાએ ફરી એક વખત આપણા સૌના વડીલ ખેડુતનેતા વિઠલભાઈ રાદડીયાના પગલે ચાલીને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમા ખેડુતોનુ હિત જળવાય અને સુલેહ પુર્વક કામગીરી કરી શકાય એવા ઉદેશથી માર્કેટીંગ યાર્ડને બિનહરીફ કરવામા મહત્વની ભુમીકા ભજવીને એક પછી એક સંસ્થાઓ બિનહરીફ કરાવેલ હોય જેમનો સંપુર્ણ યશ યુવા નેતા જયેશભાઈ રાદડીયાને જાય છે.

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડમા બિનહરીફ થયેલ ડીરેક્ટરશ્રીઓની યાદી.
ખેડુત વિભાગના પ્રતિનિધિ.
૧.સંજય બોદર
૨.ચંદુભા ચૌહાણ
૩.જસમતભાઈ કોયાણી
૪.રસીકભાઈ રાણપરીયા
૫.ચંદુભાઈ પોસીયા
૬.નટુભા જાડેજા
૭.અશોકસિંહ જાડેજા
૮.ધીરૂભાઈ સતાસીયા
૯.ધનજીભાઈ બાલધા
૧૦.મનસુખભાઈ વરસાણી

વેપારી વિભાગના પ્રતિનિધિ.
૧.મોહનભાઈ કથીરીયા
૨.ગોપાલભાઈ બાલધા
૩.મનસુખભાઈ દોંગા
૪.મહેશભાઈ સંપટ

સંધ વિભાગના પ્રતિનિધિ.
૧.જીતુભાઈ કથીરીયા

સ્થાનિક સંસ્થા(ગ્રામપંચાયત)પ્રતિનિધિ.
૧.વિનોદભાઈ રાદડીયા

તમામ બિનહરીફ થયેલ જામકંડોરણા માર્કેટીંગ યાડના સભ્યોને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ પૂર્વ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભા ચૌહાણ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા જશવંતભાઈ કોયાણી વિઠ્ઠલભાઈ બોદર ચીમન ભાઈ પાનસુરીયા વિપુલભાઈ બાલધા ગોપાલભાઈ અકબરી જીતુભાઈ ગોંડલીયા વિગેરે અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા

(7:20 pm IST)