Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જસદણ પાસે કારમાં આગ ભભૂકીઃ ડ્રાઈવર સહિત પેસેન્જરોનો બચાવ

રાજકોટ જિલ્લાના જસદણ નજીક કારમાં આગ ભભૂકતા દોડધામ મચી ગઈ હતી. જો કે તમામનો બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ જસદણ બાયપાસ પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી હતી. જેથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ગાડી ઉભી રાખી દીધી હતી અને કાર ચાલક તથા પેસેન્જરોને તાબડતોબ બહાર કાઢવામાં આવ્યા હતા. જસદણ ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કારમાં લાગેલી આગ કાબુમાં લીધી હતી. કારમાં આગ શા કારણે લાગી ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:04 pm IST)