Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પોરબંદરમાં ભુગર્ભ ગટરોનું નબળુ કામઃ કુંડી તુટી ગયાની ફરીયાદો

પોરબંદર,તા., ૧૧: પોરબંદર છાંયા સંયુકત નગર પાલીકાના વોર્ડ નંબર ૭ તથા ૮ માં ભુગર્ભ ગટર યોજના હેઠળ બનાવવામાં આવેલ ગટરની ચેમ્બરમાં તથા હાઉસ ચેમ્બરની કુંડીઓ તુટી ગયાની ફરીયાદ ઉઠી છે.

ગટરની કુંડી તુટી જતા ભુગર્ભ ગટરનું પાણી જમીનમાં ઉતરતા જમીનના પાણી ફીણ અને દુર્ગધની ગંધ આવતી હોય લોકો ઘર વપરાશમાં પણ ઉપયોગ કરી શકતા નથી અને ખારવા વોર્ડ નંબર સાત અને આઠ ગુબજ ગીચ વિસ્તારોમાં હોવાથી પાણીની પાઇપ લાઇન સાથે સાથે હોવાથી ચેમ્બરની કુંડીઓના જોઇન્ટ પણ તુટી ગયા હોવાથી વોર્ડ નંબર ૭ના જાગૃત કાઉન્સીલર જીવનભાઇ જુંગી તથા વોર્ડ નંબર ૮ના સેવાભાવી કાઉન્સીલર અશોકભાઇ ભાદ્રેચા એ લોકોની ફરીયાદોને ધ્યાનમાં લઇ ખારવા  વાડમાં તાત્કાલીક ખોદકામ કરી પાણી પીવાલાયક થાય અને લોકો ઘર વપરાશમાં પણ ઉપયોગ કરી શકાય તે માટે જહેમત ઉઠાવી રહયા છે

(1:11 pm IST)