Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પોરબંદરમાં સગર્ભાના બાળકનું જાતિ પરીક્ષણ : કરનારા સામે કડક કામગીરી કરાશેઃ કલેકટર

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ :.. જિલ્લામાં સગર્ભાના બાળકની સોનોગ્રાફી દ્વારા જાતી પરીક્ષણ કરનારા સામે કડક કામગીરી કરાશે તેમ કલેકટર અશોકભાઇ શર્માએ એડવાઇઝરી કમીટીની મળેલી બેઠકમાં જણાવીને જિલ્લામાં ૧ હજાર પુરૂષો સામે સ્ત્રીઓની સંખ્યા ૯૩૮ હોવા સામે ચિંતા વ્યકત કરી હતી.

એડવાઇઝરી કમીટીની બેઠક ડો. સુરેખાબેન શાહના અધ્યક્ષ સ્થાને અને કલેકટર અશોકભાઇ શર્મા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અડવાણી તેમજ અધિકારીઓની હાજરીમાં મળી હતી. બેઠકમાં રજીસ્ટર્ડ ડોકટરો તેની હોસ્પિટલમાં સગર્ભાના આવનારા બાળકની જાતિ પરીક્ષણ કરશે. તો કાયદા મુજબ કાર્યવાહી કરાશે તેમ કલેકટરે અશોકભાઇએ જણાવેલ અને દિકરીને દીકરા જેટલુ સન્માન આપવા અનુરોધ કર્યો હતો.

(1:08 pm IST)