Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જુનાગઢમાં નિવૃત આરએફઓને રીક્ષામાં ખિસ્સામાંથી રૂ.૩૮પ૦૦ ની રોકડની ચોરી

રીક્ષાના અજાણ્યા પેસેન્જર સામે ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૧ : જુનાગઢમાં નિવૃત આરએફઓને રીક્ષામાં બેસાડી બાદમાં એક અજાણ્યા પેસેન્જરે ખિસ્સામાંથી રૂ.૩૮પ૦૦ ની રોકડ ચોરી કરી હલચલ મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢ મોરારીનગરમાં રહેતા નિવૃત આરએફઓ રમેશચંદ્ર સુનજીભાઇ પરમાર (ઉ.૯૦) નામના વૃધ્ધ તેમજ નાણા બેંકમાં જમા કરાવવા માટે સવારમાં પગપાળા જઇ રહ્યા હતા.  ત્યારે ભુતનાથ ફાટક નજીક પહોંચતા રસ્તામાં એક ઓટો રીક્ષા ઉભી રહેતા તેમાં વૃધ્ધ બેસી ગયા હતા.

આ દરમ્યાન રીક્ષામાં અગાઉ બેસેલ અજાણ્યો પેસેન્જરે રમેશભાઇ પરમારની નજર ચુકવી છળકપટ કરી તેના પેન્ટના ખિસ્સામાંથી રૂ. ૩૮પ૦૦ ની રોકડની ચોરી કરી લીધી હતી.રિક્ષામાં વૃધ્ધને રીક્ષામાંથી ઉતારી રીક્ષા ડ્રાઇવર અને પેસેન્જર નાસી ગયાની ફરીયાદ લઇ સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:01 pm IST)