Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

મોરબીના રણછોડનગરમાંથી જુગારધામ ઝડપાયું, ૩ મહિલા સહિત છ ઝડપાયા

મોરબી :જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી આઈ વિરલ પટેલની સૂચનથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના વનરાજભાઈ ચાવડા અને ભરતભાઈ ખાંભરને બાતમી મળી હતી કે રણછોડનગર ગરબી ચોક પાસે રહેતા શબાનાબેન સતારભાઈ શેખ બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા શબાનાબેન સતારભાઈ શેખ, ભાવનાબેન સુધીરભાઈ ઠાકર, ક્રિષ્નાબેન પ્રફુલભાઈ પરમાર, રાહુલ કમલેશભાઈ જોગીયાણી, નીલેશભાઈ મનસુખભાઈ જોગેલા અને રાજુભાઈ ઉર્ફે રાજીયો ખીમજીભાઈ પરમારને રોકડ રકમ રૂ.૨૭,૧૦૦ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(12:52 pm IST)