Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

બગસરાના પીઠડીયા ચોકડી પાસે જુના મનદુઃખમાં માતા ઉપર હુમલો કરતા વચ્ચે પડેલા દિવ્યાંગ પુત્રને છરી ઝીંકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧ : બગસરા તાલુકાના કાગદડીના દલિત વિકલાંગ યુવક ઉંમર વર્ષ ૩ર સરવૈયા રાકેશભાઇ અમરાભાઇ તે અને માતા બંન્ને વાગડીયા તરફથી મોટર સાયકલ લઇને આવતા હતા. ત્યારે અચાનક પીઠડીયા ચોકડી આદર્શ સ્કુલ પાસે બે મોટરસાયકલ લઇને આવેલ શખ્સો ઉભી રખાવીને પોતાની માતા સાથે લપ કરતા જેમાં ભાવેશ કનુભાઇ લુવારા ગામ બાવીસી બરવાળાના વતનીએ જુના મનદુઃખના કારણે રકજક કરી તેમની માતા ઉપર છરી વડે હુમલો કરવા જતા સરવૈયા રાકેશભાઇ વચ્ચે આવતા તેમની ઉપર છરી વડે હુમલો કરતાં હાથના ભાગમાં છરીના ઘા ઝીંકીને ઇજા પહોંચાડીને બંન્ને શખ્સો મોટર સાયકલ લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ૧૦૮ની મદદ લઇને બગસરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયેલ હતા. ત્યારબાદ બગસરા પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયેલ ત્યારબાદ વધુ તપાસ બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ. મકવાણા ચલાવી રહયા છે.

ઇજા

ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા અશોકભાઇ ગભરૂભાઇ સોલંકી ઉ.વ.રપ અને મુકેશ બોઘાભાઇ મકવાણા માલઢોર ચરાવવાનું કામ કરતા હોય અશોકભાઇ ભેંસોને મુકેશ હેરાન કરતાઠપકો આપતા બાઇક ઉપર આવીને લોખંડના પાઇપ વડે મારામારી  ઇજા કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નશો કરેલી હાલતમાં ધરપકડ

અમરેલી જીલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય દ્વારા જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિ નેસ્ત નાબુત કરવા અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં  જુદા જુદા સ્થળોએ ડ્રિન્કસ એન્ડ  ડ્રાઇવ દરમિયાન રર શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

મોત

વડીયા તાબાના રાંદલના દડવા બસ સ્ટેશન પાસે વાસાવડ ગામના સલીમશા બચુશા જુણેજા પોતાની છકડો રીક્ષા જી.આર.પી.સી. ૪ર૦૬ પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી રીક્ષા પલટી મારી જતા ચાલક સલીમશાનું મોત નીપજેલ. જયારે રીક્ષામાં બેઠેલાઓને નાની મોટી ઇજા કર્યાની સાહીદશા બચુશા જુણેજાએ વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ

અમરેલી પાઠક સ્કુલ અકીલભાઇ માંડણભાઇ કુવાડીયા ઉ.વ.ર૯ રહે. બ્રાહ્મણ સોસાયટી સ્વામીનારાયણવાળાને મીલન  મીશરીભાઇ ભુવા સાથે એક વર્ષ પહેલા માથાકુટ થતા ફરિયાદ કરેલ હતી. જેથી તા.૮-૮ના સાંજના અકિલભાઇ પોતાની ફોર વ્હીલ જી.જે.૦૬. બીટી. ૦ર૪૧ લઇને પાઠક સ્કુલ પાસે પહોંચતા મિલન મીશ્રીભાઇ ભુવા હોન્ડા બાઇક જી.જે.૧૪.એ. એલ. ૯૮૭૧  લઇને આવી પુર ઝડપે ચલાવી લાઇટનો પ્રકાશ અકીલભાઇની આંખમાં આવતા બાઇક સાથે ભટકાવી મીલને પાઇપ વડે ફોર વ્હીલનું બોનટ અને આગળના કાચને તોડી નુકસાન કરી માર મારી ફેકચર કરી મહાવીર ધાધલ અને પૃથ્વીરાજ વિકમાએ મુઢમાર માર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:52 pm IST)