Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જુનાગઢઃ વિશ્વ સિંહ દિવસની ઉજવણી

જુનાગઢઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ સિંહ દિવસની રાજયના વન વિભાગ દ્વારા થયેલી ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં એશિયા ખંડની શાન-સોરઠના સાવજના જતન સંવર્ધન, સંરક્ષણ અને જનજીવનમાં સ્વીકૃતિની જાગરૂકતા વ્યાપક બનાવવા પ્રેરક આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડિસીઝ ડાયસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્ત્।ે વન વિભાગે ઓનલાઇન આયોજિત કરેલી ડ્રોઇંગ અને ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓ જાહેર કર્યા હતા અને સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. વન પર્યાવરણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ એશિયા અને ગુજરાતના ગૌરવ રૂપ સિંહોને કારણે પ્રવાસન પ્રવૃત્ત્િ। પણ વ્યાપક વિકસી છે અને સ્થાનિક રોજગાર અવસરો ખૂલ્યા છે તેની લાગણી પ્રાસંગિક સંબોધનમાં વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, ર૦૧૯માં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પાંચ હજાર શાળાઓ તથા ૧૧ લાખથી વધુ લોકોને જોડીને ગુજરાતે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી સિંહની સમૃદ્ઘિનો ડંકો દુનિયામાં વગાડયો હતો. આ પ્રસંગે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકીએ વિશ્વ સિંહ દિવસની રૂપરેખા સાથે સ્વાગત પ્રવચન અને અગ્ર મુખ્ય વનસંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડી. કે. શર્માએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. વન્યપ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી શ્યામલ ટિકાદર, વન વિભાગના અધિકારીઓ ગાંધીનગરથી તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની શાળાના બાળકો, વન કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સથી આ ઉજવણીમાં જોડાયા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(1:04 pm IST)