Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

મોરબી મચ્છુ જળ હોનારતની બચાવ કામગીરીમાં નરેન્દ્રભાઇ જોડાયા'તા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીમો દ્વારા મૃતદેહોના નિકાલ અને સફાઇની કામગીરી કરાઇ'તી

 

જુનાગઢ તા. ૧૧ : ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ મોરબી પાસેનો મચ્છુ ૨ ડેમ તૂટ્યો. ધસમસતા પૂરના પાણીએ મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓને ખેદાન મેદાન કરી નાંખ્યા. હજારો લોકો અને પશુઓના જીવ ગયા. મોરબીને સાફ કરવા, મૃતદેહોનો નિકાલ કરવા અને સફાઈ માટે પૂરા દેશમાંથી મારા સહિત (પ્રદીપભાઈ ખીમાણી) RSS ના અનેક સ્વયંસેવકો પહોંચી ગયા હતા. મૃતદેહની અંતિમક્રિયા અને સફાઈનુ અઘરૃં કામ કર્યું હતું.

વકીલ સાહેબની સલાહ અનુસાર મોરબીના પુનઃ નિર્માણમા બે નગર, વર્ધમાનનગર અને જનકલ્યાણનગર બનાવવાનું નક્કી થયું. આ બાંધકામના કાર્યમાં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું પણ યોગદાન રહ્યું છે.  વધુ મજૂરોની જરૂર પડતા આંધ્રપ્રદેશથી મજૂરો બોલાવ્યા. નરેન્દ્રભાઇ પોતે કામ માટે જીપ લઇને દોડાદોડી કરતા. પૂર પિડીત સહાયતા સમિતિની દોરવણીથી ઉભા થયેલા બંને નગરોના લોકાર્પણ વખતે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલે પૂ.સર સંઘચાલક  બાળાસાહેબ દેવરસ પાસે સંઘ સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવા અને શબ નિકાલ જેવા અઘરા કામની પ્રસંશા કરી હતી.

મોરબી હોનારતના દિવંગતોને મારી શ્રદ્ઘાંજલિ અર્પણ કરૃં છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીને નત મસ્તક વંદન તેમ જુનાગઢ ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે.

 

(12:50 pm IST)