Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી માળિયા હાટીના તાલુકાની કારોબારી બેઠક યોજાઈર્ં

જુનાગઢ, તા. ૧૧ : ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ચોરવાડ મુકામે અખિલ ભારતીય કોળી સમાજ માળિયા હાટીના સંગઠન દ્વારા સમસ્ત કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરત પ્રદેશના મહામંત્રી   બટુકભાઈ મકવાણા, મંદીપભાઈ મકવાણા અને જૂનાગઢ જિલ્લા પ્રમુખ   ભગવાનજીભાઈ કરગઠિયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.સમાજ ના આગેવાનોએ દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે સમાજના લોકોએ એક થવાનો સમય આવી ગયો છે.કોળી સમાજ ની સૌથી વધુ વસ્તી ના પ્રમાણ માં રાજકીય પક્ષો દ્વારા વસ્તી મૂજબ પણ સ્થાન મળવું જોઈએ.સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવું, કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવું, વ્યસન મુકત સમાજ બનાવવાના પ્રયાસો કરવા, વગેરે બાબતો સાથે આ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં વિશેષ ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય   જેઠાભાઈ જોરા, ભરતભાઈ બલાસ, શિક્ષણવિદ અરજણભાઇ ચારિયા, ભરતભાઈ ચારિયા,મહેશભાઈ રાઠોડ, માંગરોલ તાલુકા પંચાયત પ્રમુખ  જેઠાભાઈ ચુડાસમા, જીલ્લા પંચાયત સદસ્ય ભૂવા આતા,ચોરવાડ કોળી સમાજ આગેવાન મંથનભાઈ ડાભી,માલદેભાઈ ભાદરકા, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચુડાસમા,જનુડા ગામના સરપંચ  ભરતભાઈ વાઢિયા,સમઢિયાળા ગામના સરપંચ  નરેશભાઇ રાઠોડ,માંધાતા ગૃપ માળિયાના પ્રમુખ  રામદેવભાઈ ચુડાસમા, અશોકભાઈ ચૌહાણ, પ્રો.ભરતભાઈ ડાભી, ચેતનભાઈ ચૌહાણ,સંગઠનના તમામ હોદેદારો અને બહોળી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો યુવાનો જોડાયાં હતાં,તાલુકા સંગઠન પ્રમુખ  પ્રકાશભાઈ રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમાજના દરેક લોકોને કોરોનાં વેકિસન લેવડાવવા અપીલ કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન   ગોવિંદભાઈ ચારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ માટેના કોર્ષની સાતમી બેંચનો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શુભારંભ

જુનાગઢ, તા., ૧૧: કૃષી યુનિવર્સીટી કુલપતિશ્રીની પ્રેરણાથી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ર૬-૮-ર૦ર૧ ુસુધી ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય સર્ટીફીકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની સાતમી બેંચનો શુભારંભ કુલપતિ ડો.વી.પી. ચોવટીયાના હસ્તે કરવામાં આવ્યો. આ કોર્ષ યુવા ફર્ટીલાઇઝર ડીલરોના જ્ઞાનમાં ચોક્કસ વધારો કરશે તેમજ તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનીક પધ્ધતી, લીકવીડ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર તેમજ નેનો ફર્ટીલાઇઝરની સમજણ અને તે મુજબ રાસાયણીક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયોનું વૈજ્ઞાનીકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કોર્ષ દરમ્યાન તાલીમાર્થીઓને મળેલ જ્ઞાન થકી ખેડુતોના પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન મળશે.

ડો.એચ.એમ.ગાજીપરા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હંમેશા સૌરાષ્ટ્રના ખેડુતોના કૃષિ વિષયક જ્ઞાનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ તાલીમ કાર્યક્રમમાં આપ સર્વે તાલીમાર્થીઓને તજજ્ઞો તરફથી આપવામાં આવતા કૃષિ વિષયક જ્ઞાનથી આપના જ્ઞાનમાં ચોક્કસ વધારો થશે તેવી આશા છે. આ તકે શ્રી અરવિંદભાઇ ટીંબડીયા, સેક્રેટરીશ્રી, એગ્રો ઇનપુટ એસોસીએશન, ન્યુ દિલ્હીએ જણાવ્યું કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુતોના હિતમાં કરવામાં આવે છે.  આ તકે ઇ.ચા. આચાર્ય અને ડીન કૃષિ મહાવિદ્યાલય તથા પ્રાધ્યાપક અને વડા કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, ડો.એસ.જી. સાવલીયા પણ ઉપસ્થિત રહી અને આ કોર્ષની રૂપરેખા આપી હતી.

આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા ડો.એચ.સી.છોડવડીયા, ડો.વી.જે.સાવલીયા, પ્રો.પિન્કીબેન શર્મા તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન ડો.એચ.સી. છોડવડીયાએ કર્યુ હતું.

(12:48 pm IST)