Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

સૌરાષ્ટ્ર,ગુજરાતના ધોબી સમાજના ૯૬ કોરોના વોરિયર્સ જૂનાગઢ ખાતે સન્માનિત

જુનાગઢ, તા. ૧૧ :  ત્યાગ, સેવા, અને સમર્પણ ના આત્મ ભાવે ધોબી સમાજ ના ડૉકટર નર્સીંગ સ્ટાફ પોલીસ જવાનો હોમગાર્ડ, તેમજ રાશન કીટ વિતરણ તેમજ અવ્વલ મંઝિલે પહોંચાડી અગ્નિ સંસ્કાર કરી આપનાર કોવીડ- ૧૯ની મહામારીમાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે લોકોની પડખે ઉભા રહી લોક સેવા કરવા આગળ આવેલા આવા સમાજ સેવક ૯૬ વ્યકિતને ભારતી આશ્રમ ભવનાથ જુનાગઢ ખાતે મહંત સંત દલપતગીરી બાપુ, પુ. મહાદેવ ભારતીબાપુ, ભારતી આશ્રમ તથા માનવ ધર્મ આશ્રમના સુમુકતાબાઈજી, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી તથા હિન્દુ સમાજના દરેક ગામના પ્રમુખ  તેમજ સમાજના આગેવાનો વચ્ચે આ કોરોના વોરિયર્સને સન્માન પત્ર, સાલ, મોમેન્ટો આપી સન્માનિત કરેલ  સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ તેમજ સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ મનસુખભાઈ વાજા જેતપુર ધોબી સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઈ જેઠવાના સયુંકત ઉપક્રમે આયોજન થયેલ હતું

  આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રજ્ઞેશ બી. વાજાએ કરેલ  છોટુભાઈ વાજા,રમેશભાઈ ગોહેલ, અલ્પેશભાઈ પરમાર જીગ્નેશભાઈ, વાઘેલાએ માર્ગદર્શક સેવા આપેલ સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ જૂનાગઢ તેમજ જેતપુર ધોબી સમાજ સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(12:47 pm IST)