Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જામનગરમાં ઢોર ઢીંકે ચડાવતા મહિલાને ઇજા

જામનગર : રણજીત રોડ પર આવેલા ચૌહાણ ફળી વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને ઢીંકે ચડાવીને બે મિનિટ સુધી સરાજાહેર રગદોળતા મહિલા ગંભીર રીતે ઘવાયા છે. સમગ્ર ઘટના દરમ્યાન પુત્રીએ માં નો જીવ બચાવા મોત સાથે બાથ ભીડી હતી. તેને પણ ઢોરે હડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(12:45 pm IST)