Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોને છોડાવવા દ્વારકા પ્રાંત અધિકારીને માછીમાર પરિવારોની દર્દભરી અરજ

(ભરત બારાઈ દ્વારા) ઓખા, તા. ૧૧ :. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઓખા બેટ દ્વારકા દરિયા કિનારા પર માછીમારી ઉદ્યોગથી લાખો લોકો રોજગારી મેળવે છે. અહીંથી પાકિસ્તાની જળસીમા નજીક હોવાથી માછીમારો પાક વિસ્તારમાં ચાલ્યા જવાથી પાક સિકયુરીટી હાથે બંદી બને છે. અત્યારે ૫૮૮ જેટલા માછીમારો અને ૧૨૦૦ જેટલી બોટો પાક જેલમાં કેદ છે. ૨૦૧૫માં ૫૭ બોટો મુકત કરવામાં આવી હતી ત્યાર બાદ કોઈ બોટ મુકત થઈ નથી. ૧૪ ઓગષ્ટ પાક માટે અને ૧૫ ઓગષ્ટ ભારત માટે મહત્વની છે.

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બેટ દરિયા ખેડુ ફીશીંગ બોટ એસોસીએશન દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીની કચેરીએ માચ્છીમારી પરિવાર દ્વારા દર્દભરી અરજ કરી પોતાના પરિવારના સભ્યોને પાક જેલમાંથી છોડવા સરકારને અપીલ કરી હતી.

(11:35 am IST)