Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કાલાવડ તાલુકામાં નાની રકમની કોર્ટ ફી સ્ટેમ્પની અછતઃ કલેકટરને રજુઆત

કાલાવડ, તા., ૧૧: તાલુકામાં કોર્ટ ફી સ્ટેમ્પ રૂપીયા એક તથા બેની ટીકીટના અછત અંગે કલેકટર અને મામલતદારને રજુઆત કરવામાં આવી છે.

કાલાવડ તાલુકાનામાં છેલ્લા એક માસથી એક રૂપીયા તથા બે રૂપીયાની કોર્ટ ફી સ્ટેમ્પની ટીકીટની અછત સર્જાયેલ છે. જેમાં કાલાવડ તાલુકાના સ્ટેમ્પ વેન્ડરો તથા પોસ્ટ ઓફીસેથી ટીકીટ મળતી ન હોય તે અંગે અનેક વખત આમ જનતા તેમજ વકીલો દ્વારા અનેક વખત લખીતમાં ટીકીટ મંગાવેલ હોય પરંતુ સરકારમાં સ્ટોક ન હોયવાના કારણે ટીકીટ મળતી ન હોય આમ વકીલ શ્રી અને આમ જનતા અરજ અહેવાલ કરવા માટે જરૂરી સ્ટેમ્પ મળતી ન હોવાથી અધિકારી શ્રીઓ સાથે ઘર્ષણ થતા હોય જેથી સત્વરે કોર્ટ ફી સ્ટેમ્પની વ્યવસ્થા કરવી તેમજ ફરીથી આવો પ્રશ્ન ઉદભવે નહી તે બાબતે યોગ્ય કરવા અરજદારોએ રજુઆતમાં જણાવેલ છે.

(11:34 am IST)