Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

માણાવદર શિવાલયો અને હવેલીઓમાં ભાવિકો દ્વારા અલૌકિક શણગારના દર્શન

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૧૧ :. શહેરમાં કોરોનાના હળવા થયેલા કેસો બાદ મંદિરો દર્શનાર્થીઓ માટે ખૂલ્યા છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના પ્રાચીન અને જગતથી અનોખા એવા બે પોઠિયા ધરાવતા ત્ર્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરમાં લોકવાયકા છે કે વર્ષો પૂર્વે આ સ્થાને બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી રઘુવીરદાસબાપુ પધારેલ. આ જગ્યાને વિકસીત કરી સ્વયંભૂ એવી શિવલીંગને પૂજન-અર્ચન અને દૈવીશકિત વડે ઔર ચૈતન્ય પૂર્વ જે ચમત્કારીક શિવલીંગએ ત્ર્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરે જીર્ણ થયેલા પોઠિયાને હટાવવા પ્રયત્નો ભકતજનો દ્વારા કરાયા ત્યારે કોઈથી તે હટી શકયો નહિ ત્યારે પૂ. રઘુવીરદાસબાપુને વાત કરી બાપુ આ પોઠિયા તો તૂટતો નથી કે હટતો નથી ત્યારે બાપુએ ભકતજનોને કહ્યું કે એ ચેતન્ય છે તે ભલે રહ્યો તેની બાજુમાં બીજા પોઠિયાને સ્થાપિત કરો, પરંતુ અડચણરૂપ હોય બેસાડવો કેમ ત્યારે બાપુએ રૂબરૂ આવી સ્થાપિત પોઠિયાને કહ્યુ ચલ જરા હટ તેરા સાથી કો બીઠાના હૈ ત્યારે તે થોડો બાજુએ હટ્યો ને નવા પોઠિયાને સ્થાપિત કરાયો ત્યારથી આ બે પોઠિયા જે જગતથી અનોખુ શીવાલય દેશ-વિદેશમાં પ્રચલિત છે. આ મંદિરે જ્યારે જ્યારે આરતી થાય તેના ઘંટના ધ્વનિ શહેરમાં સંભળાય છે. લોકોની અનેરી આસ્થા છે. શ્રાવણ માસમાં મેળો ભરાય છે તથા પૂજન-અર્ચન કરવા અનેક લોકો આવે છે. પ્રથમ સોમવારે મહાઆરતીના શણગાર સાથે અલૌકિક દર્શન કરી ભકતજનો ભાવવિભોર થયા છે તો પ્રાચીન હવેલી વૈષ્ણવ હવેલીમાં શ્રીનાથજીના હિંડોળાના અલૌકિક દર્શન કરી ભકતજનો ભાવવિભોર થયા છે. શિવાલયોમાં દર્શનાર્થીઓ પૂજન-અર્ચન કરી પૂણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.

(11:33 am IST)