Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

સુરેન્દ્રનગરની ૭ વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી લેવાઇ

વઢવાણ તા. ૧૧ : સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝનપો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧પ૯/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિગેરે મુજબના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી લીસ્ટેડ નાસતી ફરતી આરોપી બહેન અકસાનાબેન ઉર્ફે મુન્ની જલ્ફીકાર બરકતઅલી હાલાણી જાતે ખોજા ઉ.વ. ૪૫ રહે.હાલ અમદાવાદ, ફતેવાડી, બિસ્મીલ્લા બેકરી વાળી ગલી, સમરીન ડુપ્લેક્ષ વાળી અમદાવાદ શહેર ખાતેથી મળી આવતા મજકુર આરોપી બહેનનો કબ્જો સુ.સીટી એ ડીવી. પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

પેરોલ ફલર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના ઇચા.પો.સબ.ઇન્સ. જે.બી. મીઠાપરાનાઓના માર્ગદર્શન હેઠળ સ્કવોડના એ.એસ.આઇ, મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ, ગુલામરસુલ કાસમભાઇ તથા ભરતસિંહ હમીરભાઇ તથા અસ્લમખાન અયુબખાન તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા અશ્વિનભાઇ કરશનભાઇ થતા ભગીરથ સિંહ ઝાલા તથા સુ.સીટી એ ડીવી. પો.સ્ટેના યુ.પો.કોન્સ. કિરણકુમારી પોપટભાઇ એ રીતેની ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી ફરાર લીટેડ નાસતી ફરતી આરોપી બહેનને પકડી પાડવામાં આવેલ છે.

(11:31 am IST)