Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ઉપલેટાના વેપારી સાથે ૧.૬૯ લાખની છેતરપીંડીઃ દિલાવર હિંગોરા સામે ફરીયાદ

શોરૃમમાંથી વસ્તુઓ ખરીદી લોન લઇ રૃપિયા ચૂકવી આપવાનું કહી બાદમાં ધુંબો મારી દિધોઃ ઉઘરાણી કરતા ધમકી આપી

રાજકોટ તા. ૧૧ ઃ.. ઉપલેટાના વેપારી સાથે ૧.૬૯ લાખની છેતરપીંડી કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

ઉપલેટામાં વડલી ચોક પાસે વિશ્વા ઇલેકટ્રોનીકસ અને વિશ્વા ગેલેરી નામે શો રૃમ ધરાવતા જયેશ મોહનભાઇ વેકરીયાએ ઉપલેટાના દિલાવર ઓસમાણભાઇ હિંગોરા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી દિલાવરે ફરીયાદીના શો-રૃમમાંથી આર. ઓ. પ્લાન્ટની રોકડમાં ખરીદી કરી વિશ્વાસ સંપાદિત કરી બાદમાં શો-રૃમમાંથી ર.૬૭ લાખની અલગ અલગ વસ્તુઓ ખરીદ કરી લોન લઇ રૃપીયા ચૂકવી દેવાનું કહયું હતું. અને ૯૭,૯૪ર રૃપિયા ચૂકવી બાકીના ૧૬૯પ૯૪ નહિ ચુકવી છેતરપીંડી કરી હતી. બાકીના રૃપિયાની ઉઘરાણી કરતા છરી કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્વયે ઉપલેટા પોલીસે આરોપી દિલાવર હિંગોરા સામે આઇ. પી. સી. ૪૦૬, ૪ર૦, પ૦૪, પ૦૬ (ર) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. એચ. એમ. ધાંધલ ચલાવી રહ્યા છે.

(11:30 am IST)