Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ગોંડલના ગોમટા ગામે જયેશ બગડાને જાતિ પ્રત્યે અપમાનીત કરી છરીથી હૂમલો

પોલીસને બાતમી આપ્યાની શંકાએ દારૃનો ધંધાર્થી વિશાલ કોળી તૂટી પડયો

રાજકોટ તા. ૧૧ ઃ.. ગોંડલના ગોમટા ગામે પોલીસને બાતમી આપ્યાની શંકાએ અનુ. જાતીના યુવાનને જાતિ પ્રત્યે અપમાનીત કરી દારૃના ધંધાર્થીએ છરીથી હૂમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

ગોમટા ગામ પાસે દેવીપૂજક વાસ પાસે જયેશભાઇ ઉર્ફે છગન રામભાઇ બગડા (ઉ.૪ર) ને તે જ ગામના વિશાલ ઉર્ફે સાજન દિનેશભાઇ કોળીએ રસ્તામાં આંતરી જાતિ પ્રત્યે અપમાનીત કરી છરીથી હુમલો કરી ઇજા પતાવી દેવાની ધમકી આપી હતી. આરોપી વિશાલ ઉર્ફે સાજન કોળી દેશી દારૃનો ધંધો કરતો હોય અને પાંચ દિ' પૂર્વે દારૃની ભઠ્ઠી ઉપર પોલીસે રેઇડ કરતા ઇજાગ્રસ્ત જયેશ બગડાએ પોલીસને બાતમી આપ્યાની માની છરીથી હૂમલો કર્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત જયેશ બગડાની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે વિશાલ ઉર્ફે સાજન સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એસ. સી. એસ. ટી. સેલ.નાં ડીવાયએસપી મહર્ષી રાવલ ચલાવી રહ્યા છે.

(11:29 am IST)