Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

હળવદમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૧૧ઃ શહેરમાં આવેલ દશામાંના મંદિરની સામે સરકારી જગ્યા ઉપર દુકાનો અને પતરાના વાડા બનાવી દબાણ કર્યું હતું જે અંગેની રજૂઆત પાલિકા તંત્રમાં આવતા પોલીસને સાથે રાખી આ ગેરકાયદેસર દબાણ ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું વધુમાં પાલિકા પ્રમુખ રમેશભાઇ એ જણાવ્યું છે કે આવતા દિવસોમાં ગેરકાયદેસર પાલિકા વિસ્તારમાં દબાણ કરતા અથવા તો બાંધકામની મંજૂરી વિના બનતી દુકાનો મકાનોના માલિકોને પણ નોટિસ ફટકારવામાં આવશે અને પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માં ઘણી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણઙ્ગ વધી રહ્યા છે જેના થી લોકો ને પરેશાની વેઠવા નો વારો આવી રહ્યો છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે નગર પાલિકા આવા દબાણો સત્વરે હટાવવા જોઈએ.

(11:28 am IST)