Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ગોંડલના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

અનિડા ભાલોડી ગામ પાસે યુવાનની કારમાં જીવાત ઘૂસી જતા બહાર કાઢી રહ્યા હતા ત્યારે એક શખ્સ લાકડાનો ધોકો લઇ આવી ચડ્યો

ગોંડલ,તા.૧૧ઃ નારાયણ નગરમાં રહેતો પરિવાર અનિડા ભાલોડી ગામે થી દાદાની અંતિમ વિધિ પુરી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે એક શખ્સે આડે આવી ધાક ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

વિગતો મુજબ નારાયણ નગર માં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં સુમુખ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા વિરલભાઇ રાજેશભાઈ ભાલોડી (ઉંમર વર્ષ ૨૪) અનિડા ભાલોડી ગામેથી દાદા ની અંતિમ વિધિ પૂરી કરી પરિવાર સાથે પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગાડીની અંદર કોઈ જીવાત આવી જતા તેને બહાર કાઢી રહ્યા હતા ત્યારે જયદીપ કાંતિભાઈ બગડા નામના શખ્સે ધોકા જેવા હથિયાર સાથે ધસી આવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪ ૫૦૬ ૨, જીપીએકટ કલમ ૧૩૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:26 am IST)