Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

શિવજીના પૂજન-અર્ચન સાથે બાળાઓ દ્વારા ફુલકાજળીના વ્રતની આરાધના

વિશ્વભરમાં કોરોનાથી મુકિત મળે તે માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાર્થનાઃ જમતા કે પાણી પીતા પહેલા ફુલ સુંઘવાનું વ્રત

પ્રથમ અને બીજી તસ્વીરમાં આટકોટ અને ત્રીજી તસ્વીરમાં ઉપલેટામાં બાળા દ્વારા ફુલકાજળીનું વ્રત કરાયુ તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ :.. આજે શિવજીના પૂજન-અર્ચન સાથે બાળાઓ દ્વારા ફુલકાજળીનાં વ્રતની આરાધના કરવામાં આવી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં બાળાઓ દ્વારા વિશ્વભરમાંથી કોરોનાથી મુકિત મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ શરૂ થઈ ચૂકયાને ત્રીજ તિથિ હોય ત્રીજની તિથિએ ફૂલ કાજળીનો તહેવાર હોય સમગ્ર ગુજરાતની યુવતીઓ ફૂલ કાજળીનું વ્રત કરતી હોય આટકોટ ગામની બાળાઓ ફૂલ કાજળી નિમિતે વ્રત કરતી હોય અને આખો દિવસ જમતા પાણી પીતા પહેલા ફૂલની સુગંધ લઈ પછી જ જમવાનું પાણી પીવાનું હોય તે નિમિતે આજે ભગવાન આશુતોષની પૂજાવીધી કરવા ભાદર નદીકાંઠે બીરાજમાન મહાદેવમાં પૂજાવીધી ભરેલો થાળ લઈ આવી હતી ત્યારે યુવતીઓએ ભગવાન આશુતોષ પાસે હાલ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે ત્યારે સમગ્ર વિશ્વમાંથી કોરોનાનું સંક્રમણ નેસ્તનાબૂદ થાય સમગ્ર વિશ્વ ફરી ધબકતું થાય તેવી પ્રાર્થના કરી હતી.

ઉપલેટા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા :.. અષાઢ શ્રાવણ ભાદરવો જુદા જુદા વ્રત તહેવારો મેળાવડાઓ અને દર્શન ભકિત પૂજનનો પવિત્ર તહેવારોના મહિનાઓ ગણાય છે. નાની બાળાઓના દિતવાર મોળાકત બાદ શ્રાવણ માસના આજે ફુલકાજળીનું વ્રત છે. બાળાઓ સવારમાં સ્નાન કરી તૈયાર થઇ પૂજનની થાળી લઇ દેવમંદિરે સમુહમાં પૂજન કરવા જાય છે આજે આખો દિવસ ફુલ સુંઘી ઉપવાસ કરી રાત્રીના ૧ર વાગ્યા સુધીનું જાગરણ કરે છે.

(10:58 am IST)