Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

વાંકાનેરની ધર્મનગર સોસાયટીમાં ૬ મહિના થી ૧૫ દિવસે ૨૦ મીનીટ પાણી અપાતા રોષ

વાંકાનેર,તા.૧૧:વાંકાનેરમાં પંચાસર રોડ પાસે આવેલ ધર્મ નગર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી દર પંદર દિવસે માત્ર વિસ મિનિટ પાણી આપવામાં આવે છે. આવી કાળઝાળ ગરમીમાં છેલ્લા છ માસથી આ વિસ્તારના પ્રજાજનો પાણીની મુશ્કેલી ભોગવી રહયા છે. ધર્મ નગર સોસાયટીમાં છેલ્લા વિસ્તારમાં તો પાણી વિતરણમાં ખુબ જ અન્યાય કરવામાં આવે છે.

આ અંગે આ વિસ્તારના બહેનો અનેકવાર ગ્રામ પંચાયતના સરપંચશ્રી રજુવાત કરવા ગયેલા સરપંચશ્રી એવો જવાબ આપે છે પાણી પુરવઠા વિભાગમાંથી પાણી ફૂલ ફોર્શથી નથી આવતું અને ત્યાંથી ચોવીસ કલાક પાણી આપશે તો પાણી મળશે. જેથી આ વિસ્તાર ના પ્રજાજનોએ પાણી પુરવઠા ખાતાના અધિકારીનો સંપર્ક કરતા એમને કહેલ અમે રોજ છ કલાક પાણી ફૂલ ફોર્સ થી આપીએ છીએ આ પ્રશ્ન ધર્મ નગરના સરપંચનો છે. જેથી બનેની જવાબદારી સામે ફેકાફેંકી સામે રોષ છવાયો હતો. બે ખાતા વચ્ચેની જવાબદારીની ફેકાફેંકીમાં પ્રજાજનો હાલાકી ભોગવી રહયા છે. વાંકાનેર તાલુકાના ધર્મનગર ગ્રામ પંચાયત ના રહેવાસીઓ છેલ્લા છ મહિનાથી પાણીની વ્યવસ્થા ખોરવાતા હેરાન થઈ રહયા છે. જયારે જયારે આ વિસ્તારના બહેનો સામુહિકમાં જઈને સરપંચશ્રીને રજુઆત કરે તો કોઈ સારો જવાબ આપતા નથી. એમ કહે છે ઉપરથી પાણી આવશે તો આપીશ.

એમાંય છેવાડાની શેરીઓમાં તો પંદર દિવસે પાણી વિતરણ કરે એમાંય સાવ ઓછા ફોર્સથી આપે જેથી આ વિસ્તારના બહેનો , તેમજ ધર્મ નગર ગ્રામ પંચાયત ના સભ્ય કિરણબેન પંડ્યા, આ વિસ્તાર રહેવાસી અને પ્રેસ પ્રતિનિધિ હિતેષભાઇ રાચ્છ, પરીક્ષિતભાઈ પંડ્યા, અનિલભાઈ બારોટ, જયશ્રીબેન સેટલીયા, ધીરૂભાઇ પ્રજાપતિ, તેમજ આ વિસ્તારમાં બહેનો એ તાલુકા વિકાસ અધિકારી શ્રી જયોતિબેન બોરીચાને રૂબરૂ મળી બધાએ સામુહિકમાં મૌખિક રજુવાત કરી તેમજ 'આવેદન પત્ર' આપેલ આ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થિત કાયમ થાય એવી માંગણી કરેલ છે જે અંગે તાલુકા વિકાસ અધિકારી, વાંકાનેરના જયોતિબેન બોરીચાએ આવેદન પત્ર સ્વીકારી અને કહેલ આપણા વિસ્તારમાં જે પાણી વિતરણ નથી થતું જેની સંપૂર્ણ તપાસ કરી સમસ્યાનું તાત્કાલિક નિકાલ કરવાના પ્રયાસ કરશું અને હમણાં જ ત્યાંના સરપંચશ્રી , પાણી પુરવઠાના અધિકારીને બોલાવી વાત કરૂ છું એમ ટીડીઓએ કહેલ છે આ અંગે ઉચ્ચ કક્ષાએ જરૂર પડશે તો રજુઆત કરવામાં આવશે જે ધર્મ નગરના રહેવાસીઓએ જણાવેલ છે.

(10:15 am IST)