Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ઓખાના વિશાલ પીઠીયાની દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખપદે વરણી

ઓખા,તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ઓખા ગામમાં એક સાધારણ કુટુંબ જન્મેલા વિશાલભાઈ જયંતકુમાર પીઠીયા નાનપણથી જ સેવાના કાર્ય કરવાના ઉત્સાહ જોવા મળતો પરંતુ સાધારણ કુટુંબ માં હોવાથી ધનથી સેવા કરી શકે તેમ નહતો પરંતુ એક કહેવત છે ને 'મન હોય તો માળવે જવાય'એ સાર્થક કરતા તેઓ તન અને મનથી કાર્ય કરતા રહ્યા. વિશાલ જયંતકુમાર પીઠીયા એ વર્ષ ૨૦૧૫માં ભાજપમાં એક કાર્યકર તરીકે મોહનભાઇ બારાઈના કહેવાથી જોડાયા.

ત્યારબાદ ભાજપના સેવાના કાર્ય કરતા રહ્યા ત્યાર બાદ ૨૦૧૬માં ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી તરીકે નિયુકિત કરવામાં આવી.ખૂબ ટૂંકા સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલી તેને નિષ્ઠાપૂર્વક સેવાના કામ કરતા રહ્યા.ત્યારે ગુજરાતના પ્રખર રાષ્ટ્રવાદી કુશળ સંગઠક ઓખા ની ૧૦૮ ભાજપાની સાખ સેવાના ભેખધારી મુકસેવક હંમેશાં બીજાના દુઃખમાં સહભાગી બની પોતે દુઃખ સહન કરી તમામ કાર્યકર્તાને ખુશી આપનાર તનતોડ મહેનત કરી ભાજપાના કામમાં હંમેશા અગ્રેસર રહેતા જ્ઞાન અને દાનના તાંતણામાંથી તવાઈ તપાઇને અનિસુધ થઈ કાર્યકર્તાને અનંત સિતિજોના દર્શન કરાવનાર એવા વિશાલભાઈ જયંતકુમાર પીઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખની વરણી થવા બદલ તેમનાં પર સર્વે થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

(10:15 am IST)