Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

યુરોપખંડનું પક્ષી મ્યુટ સ્વાન (MUTE SWAN) જામનગરમાં

જામનગર :.. અહીં પક્ષીઓ માટેનું સ્વર્ગ છે... વિશ્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને સચાણા તેમજ ઢીંચડા તળાવ. રણમલ તળાવ, વિભાપર જેવા અનેક વિસ્તારોમાં ૩પ૦ થી વધુ પ્રકારના દેશ-વિદેશના પક્ષીઓનું આવા-ગમન થતું રહે છે.... અને તેના કારણે દેશ-વિદેશના પક્ષીવિદો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો પણ જામનગરની મુલાકાતે આવતા રહે છે. રવિવારના સાંજે જામનગરના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર યશોધન ભાટીયા, બર્ડવોચર આશીષ પાણખાણીયા, અંકુર ગોહીલ ઢીચડાના તળાવ ખાતે પક્ષીઓની ફોટોગ્રાફી કરી રહ્યા હતા તે દરમ્યાન યશોધન ભાટીયાના કેમેરામાં આ ભારતમાં અલભ્ય કહી શકાય તેવું ઉતર યુરોપખંડનું વતની અને સમશીતોષણ વિસ્તારોમાં માળા કરતું આક્રમક ગણાતું પક્ષી નજરે પડતા આશ્ચર્ય ફેલાયું હતું કારણ કે આ પક્ષી ભારતમાં જોવા મળતું નથી મારૂ યુરોપીથ ખંડો અમેકિા, કેનેડામાં સહજતાથી જોવા મળે છે.

જાણકારી મુજબ આ પક્ષી દક્ષિણ એશીયામાં કયાંય જોવા મળતું ન હોય જામનગરની ભાગોળે આવેલા આ તળાવમાં જોવા મળતા આ સમગ્ર ભારતનો એક રેકોર્ડ બની રહે તો નવાઇ નહીં... (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(12:43 pm IST)