Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દ્વારકા જિલ્લામાં ચોક્કસ, જાહેર રસ્તાઓ ઉપર ખાનગી વાહનો પાર્ક કરવા ઉપર પ્રતિબંધ

ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને ઓખા બસ સ્ટેશનની આસપાસ ''નો-ર્પાકિંગ ઝોન'' જાહેર કરાયા

જામ ખંભાળિયા, તા.૧૧ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને ઓખાના એસ.ટી. બસ ડેપો(સ્ટેશન)ની આજૂબાજૂના ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગન, જીપ, મેડાડોર, છકડો રીક્ષા, ટેકસીકાર અને પ્રાઈવેટ કાર સહિતના વાહનો ઉભા રાખવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા -તિબંધ મૂકવામાં આવ્યો છે.

 આ જાહેરનામા અન્વયે ખંભાનિયા એસ.ટી. બસ ડેપોથી પશ્વિમ તરફ પોલીસ ઈન્સ્પકટરની કચેરી સુધી, દક્ષિણ તરફ બેઠક સુધી અને પૂર્વ તરફ રાજપૂત સમાજવાડી સુધી જ્યારે ભાણવડ એસ.ટી. બસ ડેપોથી આઝાદનગર-સિધ્ધિ વિનાયક પાર્ક, ઉમિયાનગર, પારસનગર અને સિંચાઈ વિભાગની કચેરી સુધીના રસ્તા ઉપર તેમજ દ્વારકાના એસ.ટી. બસ ડેપોથી રાધિકા હોટલ મેઈન ગેઈટથી શારદાપીઠ કોલેજની હોસ્ટેલના મેઈન ગેઈટ સુધી, સર્કિટહાઉસ-ઓખા સુધીના આડા રસ્તા ઉપર અને ફોરેસ્ટ વિભાગના કવાર્ટર કમ્પાઉન્ડની દિવાલ સુધીના રસ્તા ઉપર તથા ઓખા બસ ડેપોથી તાલુકા પ્રાથમિક શાળા, શાકમાર્કેટ અને પશ્વિમ બાજુ રેલ્વે ફાટકથી ગુજરાત ગેસ તરફનો રસ્તો તેમજ રેલ્વે ટ્રેક અને રેલ્વે પાટા પછી આવેલા રામમંદીર સુધીના રસ્તાઓ પર ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગન, જીપ, મેડાડોર, છકડોરીક્ષા, ટેકસીકાર અને -ાઈવેટ કાર સહિતના વાહનો ઉભા રાખવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

જુગાર રમતા ૫ મહિલા સહિત ૮ ઝબ્બે

ખંભાળિયાના ભઠ્ઠી ચોક વિસ્તારમાં પાણી શેરી ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં ઈમરાન હુસેન ગજણ નામના ૨૪ વર્ષના શખ્સ દ્વારા રમાડતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્થળે જુગાર રમી રહેલા શાહરૂખ નિયામકભાઈ યુસુબજી, વિજય જેસાભાઈ ચાવડા, મુમતાજ હુસેન સુલતાન ગજણ, મધુબેન રણમલભાઈ ચનાભાઈ, આયસાબેન જુમાભાઈ બાવાભાઈ રુંઝા, રેખાબેન જયંતીલાલ ભવાનભાઈ નાનાણી અને સુમિતાબેન મોહનભાઈ મૂળજીભાઈ સાગઠીયા ગમના કુલ આઠ વ્યકિતઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ સ્થળેથી પોલીસે કુલ રૂ. ૧૫,૩૦૦ રોકડા તથા રૂપિયા વીસ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા઼ ૩૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

દારૂ સાથે ઝબ્બે

 ભાતેલ ગામેથી પોલીસે પીપળીયા ગામના લગધિર ગોપાલભાઈ જામ અને ભાતેલ ગામના પ્રદીપસિંહ અજીતસિંહ જાડેજા નામના બે શખ્સોને રૂપિયા ૨,૪૦૦ની કિંમતની છ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

(1:17 pm IST)