Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોંગ્રેસ દ્વારા બંધના એલાન બાદ બગસરામાં પાલિકા તંત્રએ વેરા વધારો મોકૂફ રાખ્યો

બગસરા,તા. ૧૧: બગસરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા ખાતે ચીફ્ ઓફ્સિર નસીતના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ ઈન્દુકુમાર ખીમસુરીયા તથા ઉંપપ્રમુખ રાજુ ભાઈ ગીડા હેડ કલાર્ક બીસી ખીમસુરીયા તથા નગરપાલિકામાં ચૂંટાયેલ ભાજપના સભ્ય તથા કોંગ્રેસના સભ્યોની હાજરીમાં આ સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરાના વિવિધ પ્ર‘ ની ચર્ચા કરવામાં આવી હતી અને જે મિલકત વેરાના પ્ર‘ હતો તેમાં એક લાખ રૂપિયાની મિલકત પર એક ટકો એટલે કે એક હજાર રૂપિયા વેરો હતો તે દ્યટાડીને ફ્ક્સિ ગમે તેટલી મિલકત હોય રૂપિયા ૧૫૦૦ ફ્ક્સિ કરવામાં આવેલ આ ઉંપરાંત ભૂગર્ભ ર્ફુીક્કશ્વં દાખલ કરવા નું ધ્યાને લેવામાં આવ્યું હતું જે આ વર્ષે કોરોના ની મહામારી હોવાને કારણે મુલત્વી રાખવામાં આવ્યું આ ઉંપરાંત અટલજી પાર્ક અન્ય સંસ્થાને સંચાલન માટે સોંપવા માટે એની ચર્ચાઓ કરવામાં આવેલ તથા ઘન કચરો એકત્રિત કરવા કોન્ટ્રાક્ટ આપવા અંગેની ચર્ચા કરવામાં આવેલ આ ઉંપરાંત સાર્વજનિક સ્મશાન નું સંચાલન અન્ય સંસ્થાને સોંપવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ તથા એલીડી લાઇટ આ બાબતે કોન્ટ્રાક્ટ શ્રી એ રાખેલ બેદરકારી આગળ પગલાં લેવા તથા વિવિધ પ્ર‘ે ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઉંપરાંત નગરપાલિકાના ઉંપપ્રમુખ રાજુભાઈ ગીડાને પૂછતા તેણે માહિતી આપેલ કે કોરોનાની મહામારીને લીધે ભૂગર્ભ વેરો સહિતના જુના વેરામાં વધારો કરવાના હોય જે અમે લોકોએ વેપારી મહામંડળ ચેમ્બર ઓફ્ કોમર્સ ચર્ચા વિચારણા કરી અને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ મુલતવી રાખેલ છે.
આ અગાઉં બગસરા નગરપાલિકા દ્વારા વેરા ઉંમેરવાના એજન્ડા વિરૂધ્ધ શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા સોમવારના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધી  બગસરા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધના એલાનને પગલે હોસ્પિટલ રોડ તથા મેઇન બજારમાં ૧૧ વાગ્યા સુધી દુકાનો બંધ રહી હતી જયારે બીજા વિસ્તારમાં દુકાનો ખુલ્લી રહેલી હતી આમ બગસરા બંધ એલાનને આંશિક સફ્ળતા પ્રા થઈ હતી.
આ બાબતે પાલિકાના ઉંપપ્રમુખ રાજુભાઈ ગીડા એ જણાવ્યું હતું કે કોરોનાના સમગ્ર સમયગાળા દરમિયાન ક્યારેય પણ વેરા વધારો કરવામાં આવેલ નથી. તેમજ પાલિકાના  દ્વારા ૧૧ વર્ષથી વેપારી સંગઠન ની મિલકત ટ્રાન્સફ્ર ફ્ી ઘટાડાની માગણીને આજે સ્વીકારવામાં આવી છે. આ તમામ નિર્ણયો પ્રજા હિત માટે લેવાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

 

(10:37 am IST)