Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કચ્છના લાયજા ગામે ભાઇએ મોબાઇલની ના પાડતા નાની બહેને ફાંસો ખાઇ જીવ દીધો

ભુજમાં ૪૩ વર્ષીય યુવાન અને ૫૮ વર્ષીય પ્રૌઢનો આપઘાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : જીવનની મુશ્કેલીઓ વચ્ચે નાની મોટી વાતોમાં જીવનને ટુંકાવી દેવાના આત્મહત્યાના બનાવો ચિંતાજનક વધ્યા છે.

કચ્છના માંડવી તાલુકાના મોટા લાયજા ગામે રહેતી ૧૭ વર્ષીય તરુણીએ મોબાઈલ માટે જીવ દઈ દીધો હતો. ૧૭ વર્ષીય શાંતાબેન રામજી પટ્ટણીને તેના મોટાભાઈ એ મોબાઈલ માટે ના પાડી હતી. નારાજ થઈને શાંતાબેન ઘર છોડી ગામની સીમમાં જઈ ત્યાં ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો.

ભુજના રઘુવંશી નગરમાં રહેતા ૪૩ વર્ષીય બાવાજી યુવાન ધર્મેશ શંભુગર ગોસ્વામીએ પશુ દવાખાના પાછળ ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.

જયારે ત્રીજા બનાવમાં ભુજના કૈલાસ નગરમાં રહેતાં ૫૮ વર્ષીય બાબુ જુમાં મહેશ્વરી પોતાને ઘેર ઝેરી દવા પી ગયા હતા. તેમને વધુ સારવાર મળે તે પહેલાં જ મોત નિપજયું હતું. આ ત્રણેય બનાવની તપાસ પોલીસે હાથ ધરી છે.

(10:14 am IST)