Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ખંભાળિયામાં તેલીના પુલ પાસે જાહેર રસ્તા પર ધીંગાણું : ચાર લોકો ઘાયલ : એક ઇજાગ્રસ્તને જામનગર ખસેડાયો

પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેર્યું : ઇજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા

દેવભુમી દ્વારકા જિલ્લાના  ખંભાળિયા જાહેર રસ્તા ઉપર મારા મારીનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી  તેલીના પુલ પાસે કેટલાક લોકો દ્વારા જાહેરમાં મારા મારી કરી હતી

લાકડી - ધોકા - પથરો વડે રસ્તા ઉપર મારા મારી કરતા ભયનો માહોલ બન્યો હતો જોકે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોહચીને ટોળાને વિખેરાયો હતો
મારા મારી ના બનાવમાં ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત લોકો ને સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા જેમાં એક વ્યક્તિને વધુ ઇજા પહોંચતા જામનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે .

(10:17 pm IST)