Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આર્થિક ઉત્થાનની સાથે ગામના વિકાસમાં સહભાગી બનતી મોટા કાલાવાડની શિવ-શકિત મહિલા મંડળની બહેનો

રાજયમાં વસતા પ્રત્યેક નાગરિકનો સર્વાંગીણ વિકાસ થાય અને ભાઈઓની સાથે બહેનો પણ વિકાસના પથ ઉપર ઝડપભેર આગળ આવે અને એમનું આર્થિક રીતે સશકિતકરણ થાય એ હેતુથી રાજય સરકારે ગ્રામીણકક્ષાએ મહિલા સ્વસહાય જુથો સખી મંડળ સ્વરુપે રચીને તેમને સક્ષમ બનાવી, આર્થિક બચતની પ્રવૃત્ત્િ।માં પ્રેરિત કરવા રાષ્ટ્રીય આજીવિકા ગ્રામીણ એક્ષપ્રેસ યોજના અમલી બનાવી છે. જેના પરિણામે અભણ, ઓછુ ભણેલી, અને ગરીબ બહેનો પણ આ યોજના અંતર્ગત સખી મંડળના માધ્યમ થકી આર્થિક રીતે સધર બની રહી છે, જેનું ઉદાહરણ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા કાલાવડ ગામના જલ્પાબેન ગોસાઈ...

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવાડ ગામ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત આજથી અંદાજે એક દાયકા પૂર્વે ૧૦ મહિલાઓએ ભેગા મળી શિવ-શકિત સ્વસહાય જૂથનો શુભારંભ કર્યો હતો. સ્વસહાય જૂથના પ્રારંભે બહેનોએ ૫૦ રૂપિયાથી શરૂ કરેલ બચત આજે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી છે. શિવ-શકિત સ્વસહાય જૂથે અત્યાર સુધીમાં અંદાજીત રૂપિયા ૧,૫૦,૦૦૦ ની બચત કરી છે.

આ અંગે ગ્રામ સંગઠનના સભ્ય એવા શિવ-શકિત સ્વસહાય જૂથના જલ્પાબેન કહે છે કે, અમારે કટલેરી અને પાર્લર સહિતનો વેપાર કરવો હતો, પણ અમારી પાસે એટલા પૈસા નશ્નહોતા અને અમારી પરિસ્થિતિ દ્યણી નબળી હતી. આ મંડળનો અમે જયારે પ્રારંભ કર્યો કર્યો ત્યારે અમને રૂપિયા ૫૦,૦૦૦ અને બીજી વાર રૂપિયા ૧,૫૦,૦૦૦ ની કેશ ક્રેડીટ લોન ગ્રામ સંગઠન મારફતે મળી હતી જેમાંથી અમે કટલેરીની દુકાન અને પાર્લર શરૂ કર્યા હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અમારી કામગીરી અને મહેનતને જોઈ ગ્રામ સંગઠન મારફતે અમને રૂપિયા ૨ લાખની લોન મળી અને આ રાષ્ટ્રીય આજીવિકા ગ્રામિણ એક્ષપ્રેસ યોજના થકી સહાય સ્વરૂપે મળેલ લોન થકી અમે નવી ગાડી વસાવેલ છે. જેના થકી અમારી માસિક આવકમાં વધારો થયો છે, અને અમો આ ગાડી થકી દ્યરખર્ચ કાઢતા માસિક રૂપિયા ૧૫,૦૦૦ જેટલી રકમનો બચાવ કરી નિયમિત ગ્રામ સંગઠનને માસિક હપ્તા ચૂકવીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, જલ્પાબહેને ગાડીના આસપાસના વિસ્તારમાં ફેરા અને સ્પેશિયલ વર્ધી કરી ગ્રામ સંગઠનને અત્યાર સુધીમાં લોનની રકમના ત્રણ હપ્તાની કરેલ છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું રાષ્ટ્રીય આજીવિકા ગ્રામિણ એક્ષપ્રેસ યોજના થકી મળેલ સહાય થકી અમારી પરિસ્થિતિ સુધરી છે, અને અમારે હવે મજૂરી કરવા નથી જવું પડતું તેમજ અમારા બાળકો પણ સારી રીતે અભ્યાસ કરી શકે છે અને રાષ્ટ્રીય આજીવિકા ગ્રામિણ એક્ષપ્રેસ યોજનાની સહાય થકી અમારુ જીવન પણ હવે એક્ષપ્રેસ ગતિએ ચાલવા લાગ્યું છે.

આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, ગુજરાતની બહેનોને કૌશલ્ય-હુન્નર વર્ધનની તાલીમ પુરી પાડી તેમના માટે આર્થિક પ્રવૃત્ત્િ। માટે આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ બનાવાની સાથે સખી મંડળના માધ્યમથી મહિલાઓ પુરક આવક અને બચત પ્રવૃત્ત્િ।ઓ સાથે સંકળાય તે માટે તેમને રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ, માઇક્રો કેશ-ક્રેડીટની સુવિધા લેવા પ્રોત્સાહિત કરવાના ઉમદા ઉદ્દેશથી રાજય સરકાર દ્વારા ગ્રામ્ય પરિવારોની જરૂરીયાતમંદ બહેનોને આર્થિક રીતે પગભર કરવાનુ આરંભાયેલુ આ યજ્ઞકાર્ય આવનારા સમયમાં સખી મંડળની બહેનોના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ બની રહેશે.

સંકલન - સંજયસિંહ ચાવડા માહિતી ખાતુ -દ્વારકા

(10:22 am IST)