Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ખંભાળિયા-ભાણવડમાં ગાજવીજ સાથે ૧ ઇંચ વરસ્‍યોઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં ધીમીધારે મેઘ મહેર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૯ :  દેવભુમી દ્વારકામાં મેઘમહેર અવિરત રહી છે. ગઇકાલે પણ રાત્રે ખંભાળિયા, કલ્‍યાણપુર તથા ભાણવડમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.

ગઇકાલે રાત્ર ભારે વીજળી કડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. ભાણવડ ખંભાળિયામાં વીજળી સાથે એક એક ઇંચ પડયો હતો. જયારે કલ્‍યાણપુરમાં એક હોય પડયો હતો. જયારે દ્વારકામાં કઇ પડયો ન હતો.

દ્વારકા જિલ્લામાં આ વર્ષે મોસમનો સૌથી વધુ વરસાદ ખંભાળિયા ૩૯ ઇંચ પડયો છે. જયારે દ્વારકા કલ્‍યાણપુરમાં ર૮-ર૮ ઇંચ અને ભાણવડમાં સૌથી ઓછો ૧૮ ઇંચ પડયો છે. ભાણવડમાં હજુ  મોટા ગણાતા ડેમો અડધા જ ભરાયા છે. ભારે સતત વરસાદ ચાલુ રહેતા ફરી ચેકડેમો તળાવો છલકાવ્‍યા છે.

(1:34 pm IST)