Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ચલાલાનો એનડીપીએસનો આરોપી ઝડપાયો

અમરેલી : સુરત શહેર ખાતેથી ચલાલા પોલીસ સ્ટેશનનાં એનડીપીએસ એકટના ગુન્હાના કામે પકડવાનો બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી કલ્પેશભાઇ મનસુખભાઇ પ્રજાપતિ ઉ.૩૯, ધંધો રમકડા વેંચવાનો રહે. ફલેટ નં. ૪૦ર યોગીકૃપા એપાર્ટમેન્ટ, ચોથો માળ, મગન નગર સોસાયટી, સિંગણપોર, સુરત મુળ રહે. ગામ સમઢીયાળા (ચારણનું) તા. ગોંડલ ચલાલા પો. સ્પે. પાર્ટ-બી ગુ. ર. નં. ૧૧૧૯૩૦૧૩રર૦૪૪પ-ર૦રર એન. ડી. પી. એસ. એકટની ક. ર૦ (બી), (ર) (બી), ર૯ મુજબનાં ગુનાના કામે તપાસ દરમિયાન કબુલાત આપેલ કે, ગુનાના મુખ્ય આરોપીને ગાંજો બહારથી લઇ આપતો હતો. આમ, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સુચના હેઠળ પી. બી. લકકડ, પો. સ. ઇ. ઇન્ચાર્જ એસ. ઓ. જી. તથા એસ. ઓ. જી. ટીમને ચલાલા પો. સ્ટે.નાં એન. ડી. પી. એસ. ગુનામાં કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(1:20 pm IST)