Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરેલી જીલ્લા, તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા 'ભારત જોડો તિરંગા યાત્રા'

અમરેલીઃ કોંગ્રેસ પક્ષ આઝાદીના ૭પ વર્ષની ઉજવણી અને સ્વાતંત્ર સેનાનીના જુસ્સા અને બલીદાનને યાદ કરીને ગર્વપુર્વક કરી રહયા છે તેના અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય કરેલ છે ત્યારે  અમરેલી જીલ્લા કોંગ્રેસ અને અમરેલી તાલુકા શહેર કોંગ્રેસ સમીતી દ્વારા આયોજીત 'ભારત જોડો તિરંગા યાત્રા' કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, મહામંત્રી જનકભાઇ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમીતી પ્રમુખ મનીષભાઇ ભંડેરી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયા, મહિલા પ્રદેશ મહામંત્રી હંસાબેન જોષી, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી મીનાબેન સોંડાગર, શરદભાઇ મકવાણા, અશોકભાઇ ચાવડા, વિપુલભાઇ પોંકીયા, વસરા જે.બી.મકવાણા, રાજુભાઇ સોલંકી, ડાયાલાલ મહેતા, નારણભાઇ મકવાણા, જગદીશ પાનસુરીયા, જીલ્લા ઓ.બી.સી. સેલ પ્રમુખ રમેશભાઇ ગોહીલ, રોમલ બુટાણી, અલ્પેશ દુહેરા, રોનક ધાનાણી, વિનુભાઇ, મોનીલ ગોંડલીયા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(1:17 pm IST)