Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વડિયા કુંકાવાવ તાલુકા પત્રકાર એકતા પરિષદની મિટિંગ મળી

વડિયા : સમગ્ર રાજ્‍યમાં પત્રકારત્‍વ સાથે જોડાયેલ લોકોને એક તાંતણે બાંધવા અને સંગઠિત બની પોતાના હક, જરૂરિયાત અને સન્‍માન માટેની લડાઈ લડવા માટે ગુજરાત રાજ્‍ય પત્રકાર એકતા પરિષદની રચના લાભુભાઈ કાત્રોડિયાના નેતળત્‍વ કરવામાં આવી છે. આ સંગઠનને ગામડા પત્રકાર સુધી લઈ જવા માટે દરેક તાલુકા અને જિલ્લામાં સંગઠન બનાવવાની કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે. ત્‍યારે અમરેલી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ એવા સુરેશભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને વડિયા વિશ્રામ ગળહમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ. આ મિટિંગમાં વડિયા કુંકાવાવ તાલુકાના પત્રકારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને સર્વાનુમતે વડિયા કુંકાવાવ તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે ભીખુભાઇ વોરા અને મહા મંત્રી તરીકે ડો.કિરીટભાઈ જોટવાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા સંગઠનના માળખામાં ઉપપ્રમુખ તરીકે કીર્તિભાઇ જોષી અને વડિયાના જીતેશગીરી ગોસાઈ, મંત્રી તરીકે મહેશભાઈ ગોંડલીયા અને વિનુભાઈ કોટડીયા, મીડિયા સેલમાં પરેશભાઈ પરમાર અને ખજાનચી તરીકે ભરતભાઈ વઘાસીયાની નિમણૂંક કરવામાં આવી હતી. આ તકે નવ નિયુક્‍ત હોદેદારોને રાજ્‍ય મહામંડળ સાથે જોડાયેલા સભ્‍યો ઉપરાંત જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ દ્વારા આ નિમણૂકને આવકારવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડિયા)

(12:26 pm IST)