Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજ્યમાં સસ્તા અનાજની દુકાન પરથી તેલનું વિતરણ કરવા અને ભાવબાંધણું કરવા માંગ : કોંગ્રેસ અગ્રણીએ રાજ્યના પુરવઠા મંત્રીને રજૂઆત કરી

મોરબી :  રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પરથી તેલનું વિતરણ કરવામાં આવે અને પ્રજા હિતમાં ભાવબાંધણું કરાય તેવી માંગ કોંગ્રેસ અગ્રણીએ કરી છે
મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ રાજ્યના પુરવઠા મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે તાજેતરમાં ખાદ્ય તેલમાં થયેલ ભાવવધારાને પગલે શહેરી ગરીબો અને જરૂરિયાતમંદ લોકો મુશ્કેલીમાં મુકાયા છે લોકોને ટીપું તેલ મળતું નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાધ તેલનું વિતરણ કરાવવું અત્યંત જરૂરી છે કોરોના કાળમાં વધેલ મોંઘવારી અને રોજગારી બંધ હોઈ જેથી જરૂરતમંદ પરિવારો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે જેને ધ્યાનમાં લઈને સત્વરે તેલનું વિતરણ કરાવવું જોઈએ
તે ઉપરાંત ભાવ બાંધણું કરવું પણ અનિવાર્ય છે અનેક લોકો બેરોજગાર બન્યા છે આવકનું સાધન નથી અને ભારે મોંઘવારી સાથે માંદગીના પગલે લોકો પરેશાન છે સાતમ આઠમના પવિત્ર તહેવારોને ધ્યાનમાં લઈને લોકો વિશેષ આશાવાદી છે જેથી તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે

(10:01 pm IST)