Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જુનાગઢ જીલ્લામાં બીજા દિવસે પણ ૯ મહિલા સહિત ૪૯ જુગારી ઝબ્બે

રોકડ સહીત રૂ. બે લાખથી વધુનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૦:  જુનાગઢ જીલ્લામાં જુગારની મોસમ ખીલી હોય તેમ જુગારીઓ પર પોલીસે ઘોંસ બોલાવીને બીજા દિવસે પણ ૪ મહિલા સહિત ૪૯ જુગારીને રૂ. બે લાખથી વધુના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

જુનાગઢ જીલ્લામાં જુગારીઓ સહીત તત્વો સાથે કાર્યવાહી કરવા ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવી તેજા વાસમ સેટીનો આદેશ હોય પોલીસે જુગાર દરોડાનો સિલસીલો યથાવત રહયો છે.

જીલ્લામાં ર૪ કલાકમાં પોલીસે વધુ ૪૯ જુગારીની ધરપકડ કરી હતી. જેમાં કેશોદના શાસ્ત્રીનગરમાં  ૯ મહિલાને રૂ. ૧૪૮ર૦ સાથે તેમજ મેંદરડાના હરીસુર ગામેથી ૮ જુગારીને રૂ. ૧.૦૯ લાખના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિસાવદરના સરસઇમાંથી ૭ જણાને રૂ. ર૦પ૮૦ સાથે માણાવદરમાંથી ૪ ઇસમોને રૂ. ૬ર૬૦ સાથે અને માણાવદર  તાલુકાના સરદાર ગઢ ગામમાંથી પોલીસે પાંચ શખ્સોને રૂ. ૧૦,૩૦૦ સાથે પતા ટીચતા પકડી લેવામાં આવ્યા હતા.

તેમજ શીલના બામણવાડામાંથી ૪ જુગારીને રૂ. ર૬૩૦૦ સાથે ચોરવાડ ખાતેથી પાંચ જણાને રૂ. ૧૮૭૦૦ સાથે તથા ગટુ ગામેથી ૪ ઇસમોને રૂ. ૪૮૩૦ સામે અને માળીયાના અમરાપુર ગામમાંથી પોલીસે ત્રણ શખ્સોને રૂ. ૨૧૦૦ ની રોકડ સાથે જુગાર ખેલતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

(1:35 pm IST)