Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જુનાગઢમાં જૈનોના ચાતુર્માસને લઇને રોપવે સવારે ૬-૩૦ વાગ્યે શરૂ થશે

નેમિનાથ ભગવાનની પુજામાં પહોંચી શકે તે માટે લેવાયો નિર્ણય : દિપક કપલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૦ : ગિરનાર રોપવેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે

ઉષા બેક્રો કંપનીના રિજયોનલ હેડ દિપક કપલીસએ જણાવ્યું હતું કે હાલ ચાતુમાર્સ શરૂ થતા ભગવાન નેમીનાથની પુજામાં લોકો સમયસર પહોંચી શકે તે માટે આ નિર્ણય કરાયો છે. ગિરનાર રોપવે ઉડન ખટોલાનો સમય સવારના ૮ થી સાંજના પ સુધીનો છે આ સમયમાં લોકો ટીકીટ બુક કરાવી રોપવે સફર માણી શકે છે ટીકીટ બુંકીંગનો સમય સાંજના પ સુધીનો છે જેથી યાત્રીકો સાંજના ૬-૩૦ સુધીમાં પરત આવી શકે.

શ્રી દિપક કપલીસે વધુમાં જણાવેલ કે હાલ જૈનોનો ચાુમાર્સ ચાલી રહ્યો છે. ત્યારે ગિરનાર આવેલ. જૈન મંદિરોમાં ભગવાન નેમીનાથની પુજા થતી હોય છે આ પુજાનો સમય સવારે ૮-૩૦ સુધીનો જ હોય ત્યાર ે૮ વાગ્યે રોપવેમાં બેસીને માં અંબાના મંદિરે જાય પછી જૈનોના મંદિર સુધી પહોંચે ત્યાં પુજા પુરી થઇ જાય છે.

ત્યારે આ પુજાનો લાભ જૈન લોકો લઇ શકે તે માટે રોપવેના સમયમાં દોઢ કલાકનો વધારો કરાયો છે. હવે સવારે ૮ના બદલે ૬-૩ં થી ટીકીટ બુકીંગ કરી રોપવે સફર માણી શકશે આમ આ સમગ્ર ચાલુ માર્સ દરમ્યાન રોપવેસવારના ૬-૩૦ વાગ્યાથી શરૂ થશે અને ચાતુર્માસ દરમિયાન ઓનલાઇન એડવાન્સ બુકિંગ www. udan: khatola.com પર કરાવીશકાશે અને વાતાવરણને આધારીત રોપવે ચાલુ રહેશે તેમ અંતમાં રોપવેના હેડશ્રી દિપક કપલીસ અને જનરલ મેનેજર શ્રી ઘનશ્યામ પટેલે જણાવ્યુંહતું.

(1:35 pm IST)