Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ચોટીલાના પિયાવામાં ટ્રેકટર પરથી પટકાતાં ૬ વર્ષની ભૂમિકાનું મોત

રાજકોટ તા. ૧૦: ચોટીલાના પિયાવા ગામે રહેતાં કોળી પરિવારની ૬ વર્ષની દિકરીનું ટ્રેકટર પરથી પડી જતાં મોત નિપજ્યું છે.

રમેશભાઇ દાનાભાઇ બાવળીયાની દિકરી ભૂમિકા (ઉ.વ.૬) ગઇકાલે પોતાની વાડીએ રમતી રમતી ટ્રેકટર પર ચડી હતી. ત્યાંથી પગ લપસતાં અકસ્માતે પટકાતાં માથામાં ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જરૂરી કાર્યવાહી કરી ચોટીલા જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ભૂમિકા ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજી હતી. પિતા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

(12:07 pm IST)